Vadodara

વડોદરા : આજવા રોડ લૂંટ કેસમાં બે મુખ્ય આરોપી રિમાન્ડ પર, સિકલીગર આરોપીઓની શોધખોળ

પ્રતિનિધિ વડોદરા તા.29

આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિના ઘરમાંથી મોડી રાત્રીના સમયે સનસનાભરી રૂ. 11.75 લાખની લૂંટ ચલાવવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની પુછપરછ કરવા માટે બાપોદ પોલીસ દ્વારા મુખ્ય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે બાકીને ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે,

વડોદરા શહેરના આજવા રોડ પર કિશનવાડી વિસ્તારમાં રહેતા ભુપેન્દ્ર ઉર્ફે ભોલો પરમાર નામના યુવક સરદાર એસ્ટેટમાં આવેલી ગ્લાસ કંપનીમાં નોકરી કરતી હતી. દરમિયાન દિવાળીના બોનસ મુદ્દે માલિક સાથે ખટરાગ સર્જાયો હતો. જેથી તેણે કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. જેથી તેને બદલો લેવા માટે ઉદ્યોગપતિના ઘરમાં લુંટ કરાવવા માટેનું કાવરતુ રચ્યું હતું. તેને એકતાનગર ખાતે રહેતા અજય મારવાડીને લુંટ કરવા માટે ટિપ્સ આપી અને નવજીવન સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિનું ઘર બતાવ્યું હતું. જેથી અજય મારવાડીએ બે સુરત અને બે વડોદરાના રિઢા સિકલીગરો લુંટ કરવા માટે તૈયાર કર્યા હતા. ઉદ્યોગપતિ 20 ઓક્ટબરના રોજ  પોતાના પરિવાર સાથે ઘરમાં ઉઘી રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રીના સમયે ચાર લુંટારુઓ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને તેમન બંધક બનાવીને રૂ. 11.75 લાખની લૂંટ કરી ફરાર થઇ ગઇ હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીઓ અજય મારવાડી તથા રિક્ષા ચાલક રાહુલ સોલંકીને સહિત હિતેશ વિમલ તડવી, આકાશ કહાર અને ભુપેન્દ્ર ઉર્ફે ભોલાના ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓની વુધ પુછપરછ કરવા માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે મુખ્ય બે આરોપીને અજય મારવાડી તથા રાહુલ સોલંકીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.

Most Popular

To Top