Vadodara

વડોદરા : આજવા રોડ પર રુ. 5.28 લાખના વિદેશી દારૂ સાથે હરિયાણાનો શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

પ્રતિનિધિ વડોદરા તા. 4
હરિયાણા થી વિદેશી દારૂ ભરીને સરદાર એસ્ટેટમાં ડિલિવરી આપવા આવતા એક શખ્સને વડોદરાના આજવા રોડ પરથી બાપોદ પોલીસ દ્વારા 5.28 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, ગાડી સહિત રુ. 10.33 લાખનો મુદ્દામાલ કબજે કરી બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
હાલમાં ચાલી રહેલા ગણપતિના તહેવારમાં બૂટલેગરો દારૂની રેલમછેલ કરવા માટે રાજય બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી સ્ટોક કરી રહ્યા છે. જેના કારણે પોલીસ તંત્ર એ પણ આ બુટલેગરો પર સતત વોચ રાખવાની શરૂ કરી છે. બાપોદ પોલીસની ટીમે 3 સપ્ટેમ્બરના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે હરિયાણા નો એક્સ એક્સ નામે બિજેન્દર ઉર્ફે લલિત ઈશ્વરસિંગ શર્મા ( ર
તેની બોલેરો પીક-અપમા વિદેશી દારૂનો જ સંતાડી આજવા ચોકડીથી આજવા રોડ થઈ સરદાર એસ્ટેટમાં ઉતારવાનો છે. જેથી પોલીસે આજવા રોડ કમલાનગર શિવમ વિદ્યાલયની પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન આજવા ચોકડી તરફથી બાતમી મુજબની બોલેરો પીકઅપ ગાડી આવતા પોલીસે તેને ઉભી રખાવી હતી. ત્યારે ગાડીમાં ડ્રાઇવર બેઠેલો હોય તેને નીચે ઉતારી સાથે રાખી ગાડીમાં પાછળનો દરવાજો ખોલી તપાસ કરતા રૂપિયા 5.28 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા વિદેશી દારૂ અને બોલેરો ગાડી રુ.10.33 લાખના મુદ્દામાલ સાથે બિજેન્દર ઉર્ફે લલિત ઇશ્વરસિંગ શર્માની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર સહિત બે લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top