Vadodara

વડોદરા : આજથી શાળાઓ ખૂલી, નવી શિક્ષણ નીતિથી 35 દિવસના વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા :

સ્કૂલ વાન અને રીક્ષાનું ફીટનેસ, ફાયર સેફ્ટી સહિતના મુદ્દાઓને લઇને ટ્રાફીક પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવશે ?

ગુજરાતમાં આજથી વર્ષ 2024-25ના શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે. શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી શાળાઓમાં અવકાશ હતો. ત્યારે 35 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે પહેલાથી જ સૂચનાઓ આપી છે. ત્યારે શાળાએ બાળકોને લઇ જતી વાન અને રીક્ષાનું ફીટનેસ, ફાયર સેફ્ટી સહિતના મુદ્દાઓને લઇને ટ્રાફીક પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવશે. બીજી તરફ શાળા સંચાલક મંડળે ફાયર સેફટી મામલે સરકારમાં રજૂઆત કરી થોડો સમય આપવા અને વ્યવસ્થા કરવા માંગણી કરી હતી. હજી પણ કેટલીક શાળાઓમાં ફાયર સેફટીને લઈ અસમંજસ ભરી પરિસ્થિતિ વચ્ચે શાળાઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

13 જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. સત્રની શરૂઆત સાથે જ વાલીઓના માથે પહેલા દિવસથી સ્કૂલ વાનના ભાવ વધારાનો બોજો પડ્યો છે. શહેર-જિલ્લામાં 550 શાળાઓમાં 4.50 લાખ વિદ્યાર્થીઓનું નવું સત્ર આજથી શરૂ થયું છે. દોઢ મહિનાનું ઉનાળું વેકેશન પૂરું થઇને 13મી જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. શહેર જિલ્લામાં ગ્રાન્ટેડ, સરકારી, ખાનગી મળીને 550 જેટલી શાળાઓમાં નવા સત્રમાં 4.50 લાખ વિદ્યાર્થીઓનું નવું સત્ર આજથી શરૂ થયું છે. નોંધનીય છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિત જિલ્લાની સરકારી શાળાઓમાં પણ શૈક્ષણિક સત્રની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે.

Most Popular

To Top