મહોત્સવ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને માટે એસપીએ SOP તૈયાર કરાવી
ગરબાના મેદાનોના લોકેશન આઇડેન્ટિફાય કર્યા બાદ સ્થળ નિરીક્ષણ કરી સુવિધાનું ચેકિંગ
પ્રતિનિધિ વડોદરા તા.13
વડોદરા શહેર જિલ્લામાં નવરાત્રીનો તહેવાર ભારે ધામધૂમથી ઉજવાતો હોય છે. ત્યારે આગામી નવરાત્રી મહોત્સવને લઈને જિલ્લા પોલીસ તંત્ર સુસજ્જ થઇ ગયું છે. ગરબાના મેદાનો પર સુરક્ષા અને સલામતીને ધ્યાન રાખી જિલ્લા પોલીસે એર એસઓપી તૈયાર કરી છે. પોલીસે ગરબાના લોકેશન આઈડેન્ટિફાય કરી સ્થળ નિરીક્ષણ કરવા આયોજકો દ્વારા કયા પ્રકારની સુવિધા રાખવામાં આવી છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લા એસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં નવરાત્રીના ભાગરૂપે ખૂબ જ મોટા પ્રમાણે ગરબાનું આયોજન કરાય છે. આ ઉત્સવ માટે નાના મોટા સાત જેટલા કોમર્શિયલ ગરબાઓ અને નાના-મોટા ઘણા બધા શેરી ગરબાના તમામ લોકેશન પોલીસ દ્વારા મેપિંગ કરવામાં આવ્યા છે અને સ્થળ વિઝિટ કરવાની કામગીરી ચાલી રહી છે અને એ વિસ્તારમાં સુરક્ષા અને સલામતી માટે એસોપી છે. જેના ભાગરૂપે જરૂરી પગલાં ભરવામાં આવે છે ખેલૈયાઓ પોતાની જગ્યા ઉપર પહોંચી શકે, ટ્રાફિકની નિયામકની કામગીરી તથા ટ્રાફિકનો પ્લાન પણ બનાવવાની કામગીરી કાર્યરત છે. ગરબા પૂર્ણ થયા બાદ ખેલૈયા માટે કેવી રીતે સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકે છે તે બાબતનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા નવરાત્રીની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય બાબતની તમામ તૈયારીઓ કરવામા આવી રહી છે. ગરબાનો તહેવાર, ગુજરાતના કલ્ચરની એક ઓળખ આપે છે અને બહુ જ મોટાપાયે આ ગરબામાં લોકો જોડાતા હોય છે અને વધુને વધુ લોકો તહેવારનો લાભ લઇ ગરબામાં જોડાય તેવી પણ અપીલ છે, ખેલૈયાઓ પોતાની રમવાની જગ્યા એ પોતાને સુરક્ષિત અનુભવે માટે અમે પણ પ્લાનિંગ કરી રહ્યા છે કે પોલીસની એક હેલ્પ ડેક્સ ચાલુ કરાવીશું અને એની ઉપર કોઈપણ આવશ્યકતા હોય તો તાત્કાલિક એપ્રોચ કરી શકાય. ગરબા આયોજકો સાથે સ્થળ વિઝીટ કરીને અવલોકન કરી રહ્યા છે. ટૂંકા સમયની અંદર સ્પેસિફિક લોકેશન બાબતે તમામ ગરબા આયોજકોની સાથે અમારી મીટીંગ કરાશે અને આવશ્યક હશે તો વન ટુ વન લોકેશનની અંદર વધારેની આવશ્યકતા પડતી હોય તે બાબતનું પણ આયોજન પણ કરાઈ રહ્યું છે.
મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં મેદાનમાં પર ખેલૈયાઓ સાથે ગરબે ઘુમશે
ગરબાના મેદાન પર રમતી વેળા તથા ગરબા પત્યાં બાદ નીકળતી વખતે કોઇ સગીરા તથા યુવતીઓની છેડતી તથા હેરાન ગતિના બનાવો બનતા હોય છે. ત્યારે આ વર્ષે છેડતી તથા હેરાન ગતિ કરાતી હોય તેવો કોઇ બનાવ ના બને તેના માટે જિલ્લા પોલીસ દ્વારા પોલીસની ટીમની મહિલા અધિકારી ,કર્મચારીઓ પણ ગરબાના મેદાનમાં ખેલૈયાઓ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘુમતા જણાશે. જેનાથી કોઈપણ અનિચ્છનીય બનાવો બનતા હોય તો તુરતં અટકાવી કસુરવારો સામે પગલા પણ ભરી શકાશે.