Vadodara

વડોદરા : આગામી કોર્પોરેશનની ચૂંટણી EVMના બદલે બેલેટ પેપરથી કરવા માંગ

ટીમ આરટીઆઈ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત :

EVM મા ધાર્યા પ્રમાણેનું મતદાન અને પરિણામ કોઈ એક ચોકકસ ઉમેદવાર ની તરફેણમાં થતુ હોવાના કિસ્સાઓ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.9

વડોદરા કોર્પોરેશનની આગામી ચુંટણીનું મતદાન EVM ને બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગ સાથે TEAM RTI દ્વારા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

ચુનાવ આયોગ ચુંટણીઓમાં EVM દ્વારા જે મતદાન ની પ્રક્રિયા કરાવે છે. તેમાં મોટાપાયે સેટીંગ અને ખરબડો થતી હોવાના અને તેમા આપેલા મતો કરતા મતોની સંખ્યા વધારે જોવા મળતી હોવાના અને છેલ્લી ઘડીએ મતદાનની ટકાવારી વધી જવાના અને EVM મા ધાર્યા પ્રમાણેનું મતદાન અને પરિણામ કોઈ એક ચોકકસ ઉમેદવાર ની તરફેણમાં થતુ હોવાના કિસ્સાઓ લોકોને અનેક સ્થળોએ જોવા જાણવા મળે છે. તે જોતા EVM ની વિશ્વનીયતા રહી નથી અને તેની સામે લોકો શંકાઓ અને સવાલો કરીને તેની ફરીયાદો કરે છે અને લોકો ઠેરઠેર EVM ની સામે રોષ અને નારાજગી વ્યકત કરીને EVM નો વિરોધ કરી રહ્યા છે અને ચુંટણી EVM ના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગ પણ કરે છે. પરંતુ ચુનાવ આયોગ તેને કાને લેતુ નથી અને EVM થી મતદાન કરાવે છે. તેનાથી લોકશાહી અને મતદાન જેવુ કશુ લાગતુ નથી તેને ધ્યાનમાં લઈને સામાજીક કાર્યકર અને RTI એકટીવીસ્ટ અંબાલાલ પરમાર અને મોન્ટુ મલેક ની આગેવાની હેઠળની TEAM RTI એ EVM ની સામે લડત ઉપાડી છે અને તેઓ આગામી ડિસેમ્બર 2025 માં યોજાનારી વડોદરા મનપાની ચુંટણી નું મતદાન EVM ના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને તેના ભાગ રૂપે તેમની TEAM RTI એ આજે ચુનાવ આયોગને સંબોધતુ આવેદન પત્ર કલેકટરને સુપ્રત કર્યું હતું.

Most Popular

To Top