વાડી વિસ્તાર બાદ બાદ સુરસાગર તળાવમાંથી મૃત ઢોરનો કાપેલો પગ મળી આવતા હિન્દુ સંગઠનોમાં રોષ :
ડીસીપી,એસીપી,પીઆઈ સહિતના અધિકારીઓ દોડી આવી તલસ્પર્શી તપાસ હાથધરી :
બકરા ઈદના દિવસે વાડી પોમલી ફળિયા પાસેથી મૃત પશુના કપાયેલા અંગો મળવાની ઘટના બાદ બુધવારે સુરસાગરમાંથી મૃત ઢોરનો કથિત પગ મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. પ્રથમ દ્રષ્ટિએ સુરસાગરમાંથી મળી આવેલો આ પગ ગાયનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે તેની પૃષ્ટિ થઈ ન હતી. આ બનાવની જાણ થતા જ રાવપુરા પોલીસ મથકના પીઆઇ, એસીપી અશોક રાઠવા, ડીસીપી ઝોન 2 અભય સોની સહિતના ઉચ્ચ અધિકારીઓ સુરસાગર ખાતે દોડી આવ્યા હતા તેમજ હિંદુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ દોડી આવ્યા હતા અને આ ઘટનાને હિંદુ ધાર્મિક લાગણી દુભાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલું હીન કૃત્ય હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. તેમજ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું હિન્દુ સંગઠનોનું માનવું છે આ સાથે અન્ય શહેરના સામાજિક કાર્યકરોએ પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.
રાવપુરા પ્રખંડના વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ પાલક પ્રતાપરાવ મોહિતેએ જણાવ્યું હતું કે દર વખતે આ લોકો ઈદના દિવસે માસના ટુકડા માસનું હાડકું માથું નાખીને અસામાજિક તત્વો કહો કે કોઈપણ કહો એ લોકોને વડોદરાની શાંતિ પચતી નથી એમ લાગી રહ્યું છે, અને એ દિવસે આ લોકો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં માસ મટન નાખતા હોય છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય છે. બે દિવસ પહેલા જ બકરા ઈદના દિવસે જ વાડી વિસ્તારમાં રસ્તા પર માસના લોચે લોચા પડ્યા હતા. થોડું ઘણું નહિ પરંતુ 20 થી 25 કિલો માસ રોડ પર પડે નહીં. આ જાણી જોઈને શ્રીરામજીનું મંદિર છે. એના ગેટની બિલકુલ સામે પાડીને આ શાંતિ ડહોપળવાનો પ્રયાસ છે. કંઈ કોમી છમકલું થાય એવા પ્રયાસો આ લોકો કરી રહ્યા છે. એમ અમને લાગી રહ્યું છે. બે દિવસ પહેલા જે વાડી વિસ્તારમાં આવું માસ મટન નાખવામાં આવ્યું હતું. એની માટે પણ અરજી કરી હતી અને બીજા દિવસે સવારે એફએસએલનો રિપોર્ટ પણ પ્રશાસને લીધો હતો. અને હમણાં પણ અમને જાણ થઈ હતી. જેથી કરીને બજરંગ દળ ની ટીમ સુરસાગર ખાતે આવી હતી અને આની પણ તપાસની માંગ કરી છે. જે પણ કાર્યવાહી કરવી હોય અમે કરવા તૈયાર છે. આ ઘટના બનતા એસીપી અશોક રાઠવા ડીસીપી ઝોન ટુ અભય સોની દ્વારા સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ એફએસએલની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી અને એફએસએલની તપાસમાં આ પગ ગાયનો છે કે કેમ તેનું પરિણામ સ્પષ્ટ થશે. પોલીસ વિભાગ દ્વારા ઘટના સ્થળ અને તેની આસપાસના સીસીટીવી કેમેરામાં ફૂટેજ મેળવી ચકાસવામાં આવશે.
સીસીટીવી ચકાસવાના છે,આમાં કોઈ વ્યક્તિ હશે તો કાયદાકીય સખત કાર્યવાહી કરીશું : અભય સોની, ડીસીપી ઝોન-2
બપોરના બે વાગ્યાની આસપાસ ફાયર કંટ્રોલરૂમ દ્વારા વર્ધિ મળી હતી કે સુરસાગરના તળાવમાં કપાયેલો પગ મળેલો છે. આ અંગે અહીં આવી પૂછપરછ કરતા અને સ્થળની તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે, જે સુરસાગરમાં માછલીઓ મરે છે. આ વખતે જે કર્મચારીઓ સફાઈ કરતા હતા. એ વખતે એમને કપાયેલો પગ મળ્યો હતો. તો આ પગ લઈને સફાઈ કર્મચારીઓ જતા હતા. ત્યાં આસપાસ જે લોકો ઉભા હતા. એમના હાથમાં શું છે તે જોયું અને તેમની પાસેથી તે જમીન પર મૂકવામાં હતો કોઈ મોટા જાનવરનો પગ કપાયેલો હોય એવું લાગેલું છે અને તરત એ માણસ એક્ટિવ થઈને પોલીસને જાણ કરી હતી અને અત્યારે જાણવા જોગ દાખલ કરેલ છે. એફએસએલ પૂર્વ પરીક્ષણ કરીને નક્કી કરી દેશે અને આમાં સીસીટીવી પણ ચકાસવાના છે અને આની પાછળ કોઈ ગેરભાવ નથી ને કે કોઈ વ્યક્તિ હશે તો તેની પાછળ તો અમે કાયદાકીય સખત કાર્યવાહી કરીશું.