Vadodara

વડોદરા : અષાઢી અમાસથી દશામાનાં વ્રતનો પ્રારંભ, મૂર્તિકારો દ્વારા પ્રતિમાઓને આખરી ઓપ અપાયો…

બજારમાં દશા માતાજીની નયનરમ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની …

દશામાંના વ્રતની 4 ઓગસ્ટ અષાઢ માસની અમાસ થી શરૂઆત થઈ રહી છે. 5 મી ઓગસ્ટ થી શ્રાવણ મહીનો શરૂ થઈ રહ્યું છે અને 2 સેપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.આ 10 દિવસનું વ્રત હોય છે. ભક્તો આ તહેવારને દશામા ના નોરતા- દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે.ત્યારે શહેરના બજારોમાં મૂર્તિકારો દ્વારા માતાજીની નયનરમ્ય પ્રતિમાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે.દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે. દશામાનું વ્રત દેવી દશામાને સમર્પિત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસના દિવસે મનાવવામાં આવે છે.

દશામાંના વ્રતની અષાઢ માસની અમાસ 4 ઓગષ્ટથી શરૂઆત થઈ રહી છે. જે આગામી 13 ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે.જ્યારે 5 મી ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણા મહીનો પણ શરૂ થઈ રહ્યું છે, અને 2 સેપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.આ 10 દિવસનું દશામનું વ્રત માઈભક્તો શ્રદ્ધાભેર ઉજવશે. ત્યારે હવે દશા માતાજીના વ્રતને ગણતરીના દિવસો બાકીને રહ્યા છે ત્યારે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં દશા માતાજીની નયનરમ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

Most Popular

To Top