Vadodara

વડોદરા : અલકાપુરીમાં ધંધો કરતા ચાંદીના વેપારી સાથે રૂ. 17.33 લાખની છેતરપીંડી

સંબંધીની ઓળખાણ આપીને અમદાવાદનો શખ્સ વેપારીને ચૂનો ચોપડી ગયો

વડોદરા તારીખ 7
વડોદરા શહેરનાં હરણી રોડ વિસ્તારમાં રહેતા અને અલકાપુરીમાં ચાંદીનો ધંધો કરતા વેપારી સાથે રૂપિયા 17.33 લાખના ચાંદીના દાગીના લઇને અમદાવાદનો ઠગ ફરાર થઈ ગયો હતો. જે રૂપિયા પરત નહીં આપતા વેપારીએ અમદાવાદના શખ્સ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરનાં હરણી રોડ વિસ્તારમાં આવેલી ઇન્દ્ર પુરી સોસાયટીમાં રહેતા અને અલકાપુરી વિસ્તારમાં અલંકાર આર્ટ સેન્ટર ખાતે ચાંદીના દાગીના વેચાણનો વ્યવસાય કરતા કરલ્પેશ બિપિનચંદ્ર ઝીંઝુવાડીયાએ નોંધાવેલી
ફરીયાદ મુજબ તેમના સંબંધીએ અમદાવાદના
દર્શન સુરેશ વોરા નામના વ્યક્તિએ ઓળખાણ કરાવી હતી. ત્યારે દર્શન વોરા પ્રથમ વખત ૨૩ ચાંદીના સેટ કિંમત રૂ. 12.12 લાખ વાઉચર ઉપર લઈ ગયા હતા. બાદમાં આ માલ વેચાઈ ગયો હોવાનું કહી ચુકવણી ટાળવામાં આવી હતી.
ત્યારબાદ આ દર્શન વોરા વધુ ચાંદીની માંગણી કરતા અલગ-અલગ વખતમાં અંદાજે 17.33 લાખ રૂપિયાની ચાંદી લઈ ગયા હતા. જેમાંથી માત્ર રૂ. 50 હજાર રોકડ આપ્યા હતા અને બાકીની રકમ માટે બે ચેક આપ્યા હતા.
પરંતુ બાદમાં રૂપિયા નહીં ચૂકવી સતત બહાના બતાવતો હતો.
ત્યારબાદ રૂપિયા માટે ફોન કરતાં તેણે ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અનેક પ્રયત્નો છતાં પૈસા પરત આપતો ન હતો. વેપારીને ચાંદીના બદલામાં રૂપિયા નહીં ચૂકવીને છેતરપીંડી આચરી હતી.
જેથી વેપારીની ફરિયાદના આધારે અકોટા પોલીસે રૂ.17.33 લાખની ઠગાઈ કરનાર અમદાવાદના શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top