Vadodara

વડોદરા : અલકાપુરીમાં આવેલા જ્વેલર્સના શોરૂમમાંથી રૂ.10 લાખની સોનાની 8 બંગડીની ચોરી

ગ્રાહકનો સ્વાંગ રચીને ખરીદી કરવા આવેલી મહિલાઓ એ ખેલ પાડ્યો

ત્રણ પૈકી એક મહિલા કાઉન્ટર પરથી સોનાની બંગડીનું પાઉચ ચોરી કરતા કેમેરામાં કેદ

વડોદરા તારીખ 10
અલકાપુરી જેતલપુર રોડ પર આવેલા જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહકનો સ્વાંગ રચીને ત્રણ મહિલાઓ ખરીદી કરવા માટે આવી હતી. ત્યારબાદ મહિલા કર્મચારી અન્ય દાગીના લેવા માટે ગયા હતા. ત્યારે કાઉન્ટર પર મુકેલી 8 સોનાની બંગડીનું પાઉચ રૂ.10.01 લાખનું ત્રણ પૈકી એક મહિલાએ ચોરી કરી લીધુ હતું. કેમેરા ચેક કરતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેથી મહિલા કર્મચારીએ ચોરીની ફરીયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં જયરત્ન ચાર રસ્તા પાસે આવેલા લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા નિશાબેન રવિન્દ્ર દેવળાલીકર અલકાપુરી જેતલપુર રોડ ખાતે આવેલ પી.એન.ગાડગીલ એન્ડ સન્સ લિમિટેડ જવેલર્સનો શરૂમમાં એક વર્ષથી આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 8 ઓક્ટોબરના રોજ મહિલા કર્મચરી શોરૂમમાં હાજર હતા અને બપોરના સમયે સેલ્સમેનો વારા ફરતી જમવા માટે જતા હતા. ત્યારે બપોરના સમયે ત્રણ મહિલા ગ્રાહકો આવ્યાં હતા. સેલ્સમેન જમવા માટે ગયા હતા. જેથી મહિલાએ તેઓને પુછતા મહિલાઓએ સોનાની બંગડી બતાવો તેમ કહ્યું હતું. કર્મચારીએ તેઓને સોનાની બંગડી બતાવી હતી. ત્યારે તેઓએ ફેન્સી બંગડી બતાવો જેથી મહિલા કર્મચારી બીજી બંગડીની જવેલરી આલ્બમમાંથી પણ બતાવવા માટે કાઢી લાવી હતી. પરંતુ મહિલાઓને એકપણ પસંદ આવી ન હતી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. સાંજના સમયે સ્ટોકની ગણતરી કરી રહ્યા હતા. તે દરમિયાન આંઠ સોનાની બંગડીનો હિસાબ મળતો ન હતો અને ઓછી જણાઇ આવી હતી. જેથી મહિલા કર્મચારી સહિતના તેમના માલિક દ્વારા શોરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યાં હતા. ત્યારે બપોરના સમયે આવેલી ત્રણ મહીલાઓમાંથી એક મહીલાએ સેલ્સવુમન જવેલરી આલ્બમ લેવા માટે કાઉંટરની બાજુમાંથી આલ્બમ લેવા માટે નીચે નમ્યાં હતા. દરમ્યાન કાઉન્ટર પર પડેલી રૂ. 10.01 લાખની પ્લાસ્ટીકના પાઉચમાં પેક કરેલી 8 સોનાની બંગડી ત્રણ મહિલા પૈકી એક મહીલાએ ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ત્યારબાદ બંગડીઓ પસંદ નથી તેવુ બહાનું કાઢીને તેઓ ત્યાંથી જતા રહી હતી. મહિલા કર્મચારીએ પોલીસ ફરિયાદ નોધાવી છે.

Most Popular

To Top