( પ્રતિનિધિ )વડોદરા,તા.8
વડોદરા શહેરમાં પૂર્વ બાદ હાલ ચાલી રહેલા શ્રીજી મહોત્સવમાં લોકો શ્રીજીના પંડાલમાં વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ પ્રજાની પડખે રહેલા એવા કાઉન્સિલરની પણ વાહ વાહી લોકો દ્વારા જ કરવામાં આવી રહી છે.
સુભાનપુરાના શ્રીકાંત પાર્ક સોસાયટીના શ્રીજી પંડાલમાં સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે. વડોદરામાં પુરની સ્થિતિ વચ્ચે લોકોની પડખે રહેલા માજી કોર્પોરેટર રાજેશ આયરેની કામગીરી દર્શાવતા ફોટોગ્રાફ ગણેશ ઉત્સવના ડેકોરેશનમાં મુકવામાં આવ્યા છે. અહીં નોંધનીય છે કે વડોદરામાં એક બાજુ કારેલીબાગ વિસ્તારના ગણેશ મંડળના આયોજકોએ કોર્પોરેટરોની પ્રવેશબંધી ની થીમ પર ડેકોરેશન કર્યું છે.
તો બીજી બાજુ સુભાનપુરાના શ્રીકાંત પાર્ક સોસાયટી વિસ્તારમાં માજી કોર્પોરેટર રાજેશ આયરેની સરાહનીય કામગીરીને આવકારતું ડેકોરેશન ગણેશ ઉત્સવમાં કરવામાં આવ્યું છે. જે થકી સમાજમાં સુભાનપુરા ના ગણેશ મંડળે એક સંદેશો મોકલવાનો પ્રયાસ કર્યો છે કે, આવનાર દિવસોમાં જો કુદરતી આફત આવે તો તેમાં એક જન સેવકે કઈ રીતે પ્રજાના પડખે ઊભું રહેવું જોઈએ તે દર્શાવવામાં આવ્યું છે.