મંદિરમાં આવો અને માફી માંગો, નહી તો મારી નાંખીશુ તેવી મેલ દ્વારા ધમકી, સાઇબર ક્રાઇમની પોલીસ દ્મવારા દદથી તપાસ શરૂ કરાઇ..
વિશ્વ યોગના દિવસે પંજાબના અમૃતસરના સુપ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરવાનું વડોદરાની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝરને ભારે પડ્યું છે. સોશિયલ મિડીયાના એક ગૃપના સભ્ય દ્વારા પંજાબી ભાષામાં મંદિરમાં આવો અને માફી માંગો, નહી તો મારી નાંખીશુ તેવી ધમકી આપી ઇમેલ દ્વારા આપી હતી. ગભરાઇ ગયેલી મહિલાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કારેલીબાગ પોલીસે સાઇબર ક્રાઇમ પોલીસની મદદથી તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરમાં રહતી સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર અને યોગ એક્સપર્ટએ વિશ્વ યોગ દિવસે અમૃતસરમાં આવેલા ગોલ્ડન ટેમ્પલના પરિસરમાં યોગ કર્યા હતા. ત્યારબાદ આ અંગેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ થયો હતો. ટેમ્પલ કમીટી દ્વારા અમૃતસર ખાતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તે બાદ મહિલાને ધમકી મળવાનો સિલસિલો શરૂ થયો હતો. મહિલાને ઇમેલ દ્વારા પંજાબી ભાષામાં ગર્ભિત ધમકી ભર્યો મેસેજ કર્યો હતો. જેથી મહિલાએ પંજાબીનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરતા યાદ રાખ, લવ, અમે તમારા ઘરમાં ઘૂસી જઇશું. તું જ્યાં ઇચ્છે ત્યાં મારી નાંખીશું. અમારા ગ્રુપના બે સભ્યો હંમેશા તારી પર નજર રાખી રહ્યા છે. મંદિરમાં આવો અને માફી માંગો નહી તો મારી નાંખવામાં આવશે. તમારા ઘર અથવા તમારી દુકાનમાં શું તમે મંદિરની મુર્તીની સામે યોગા કર્યા છે. જેવી ધમકીઓ મળી હતી. ગભરાઇ ગયેલી મહિલાએ આ મામલે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કેસમાં સાઇબર ક્રાઇમની મદદથી તપાસ શરૂ કરી છે.