Vadodara

વડોદરા : અમિતનગર સર્કલ પાસે ઉભી રહેતા ખાનગી વાહનોના માલિકોની દાદીગીરી વધી, નોકરી કરતા ચાલક પર હિંસક હુમલો

અગાઉ હપ્તો ન આપતા માથાભારે તત્વો એ કાર ચાલક પર ડાંગોથી શસસ્ત્ર હુમલો કર્યો હતો

ઇજાગ્રસ્તને સારવાર માટે એસએસજીમાં ખસેડાયો, હરણી પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધ્યો


પ્રતિનિધિ વડોદરા તા.11
વડોદરાના ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે ઉભા રહેતા ખાનગી વાહન માલિક પશુપાલકોની દાદીગીરી દિન પ્રતિ દીન વધી રહી છે. અગાઉ હપ્તો નહી આપતા કાર ચાલકો પર હુમલો કર્યો હતો. હવે કાર પોલીસે ડિટેન કરતા માલિક પશુપાલકે ચાલકને ઢોર માર માર્યાં બાદ લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસએસજીમાં ખસેડાયો હતો. હરણી પોલીસે માથાભારે પશુપાલક સામે પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ખોડિયારનગર કેનાલ રોડ પર આવેલા લક્ષ્મણનગરમાં રહેતા અલ્પેશકુમાર ગણપતસિંહ પરમાર કિશન ભવન ભરવાડ (રહે. ચામુંડાનગર સમા)ની કાર છૂટક ચલાવે છે. 10 નવેમ્બરના સવારના આઠ વાગ્યાની આસપાસ અમિતનગર ખાતેથી કારમાં પેસેન્જરો લઈને અમદાવાદ ગયો હતો. અમદાવાદથી પરત વડોદરા ખાતે આવી ગયો હતો. ઘરે જમીને ચાલક કાર લઇનને અમિતનગર બ્રિજ પાસે આવ્યો હતો અને કાર પાર્ક કરી હતી.ડ્રાઇવરને ફોન કરીને કિશન ભરવાડને પેસેન્જર ભરવા માટે ફોન કરીને જણાવ્યું હતુ. જેથી અમિતનગર બ્રિજ પાસે ડ્રાઇવેર પેસેન્જર ભરવા માટે કાર ઉભી રાખી હતી ત્યારે થોડીવારમા પોલીસના માણસો આવી જતા ડ્રાઇવરની અર્ટિગા કાર ડિટેઈન કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જેથી ડ્રાઇવરે કિશન ભરવાડને ફોન કરીને પોલીસના માણસો તેમની કાર ડિટેઇન કરીલઇને પોલીસ સ્ટેશ લઇ ગયા છે તમે જલ્દીથી આવો તેવું કહ્યું હતું. જેથી શેઠ કિશવ ભરવાડે ચાલકને ફોન તુએ કેમ કાર ડીટેન કરવા દીધી તેમ કહીને ગાળો આપવા લાગ્યા હતા. યુવકે કાર માલિકને ગાળો નહી બોલાવાનું કહેતા તેઓ તાત્કાલિક અમિતનગર બ્રિજ જગદીશ ફરસાણાની સામેના રોડ ઉપર બપોરના આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક્ટિવા પર ધસી આવ્યો હતો અને દાદાગીરી કરી ચાલક સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યારબાદ ચાલકની ફેટ પકડીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ માથાભારે ભરવાડે એક્ટિવામાથી લોખંડનો સળીયો કાઢીને ચાલક હુમલો કર્યો હતો. જેથી યુવકને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ડ્રાઇવર હરણી પોલીસે આ માથાભારે કિશન ભરવાડ વિરુદ્ધ ગુનો તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અગાઉ પશુપાલકોએ હપ્તો નહી આપતા માથાભાર પશુપાલકોએ ઇકો ચાકલ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો

ટ્રાફિક પોલીસની હપ્તાખોરીના કારણે અમિતનગર સહિતના સ્થળે ખાનગી વાહનોનો ગેરકાયદે ખડકલો, ડીસીપી તથા એસીપીની ચુપકીદી કેમ ?

વડોદરા શહેરના ગેરકાયદે વરધી મારતા ખાનગી વાહન ચાલકો પર પ્રતિબંધ હોવા છતાં આ ચાલકો કેટલાક લાલચી પોલીસ અધિકારી અને કર્મચારીઓના કારણે ખાનગી વાહનચાલકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે આ ચાલકોને મોકળુ મેદાન મળી ગયું છે. અમિતનગર સર્કલ, માણેકપાર્ક ભુતડીઝાપાં, સુસેન, સોમાતળાવ અને કીર્તિસ્તંભ ખાતે પણ મોટી સંખ્યામાં વાહનોનો રોડ પર પાર્ક કરી દેવાતા હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાવા સાથે કોઇ ક્યારેક અકસ્માત પણ સર્જાય છે. પરંતુ કોઇ રાજકીય નેતાઓ આવે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા થોડા સમય સુધી કાર નહી રાખવા માટે કહેવામાં આવે છે. પરંતુ ત્યારબાદ ખાનગી વાહનો ચાલકો જૈસે થેની સ્થિતિમાં વાહનો પાર્ક કરી દેતા હોય છે. પરંતુ ટ્રાફિક પોલીસ ડીસીપી તથા એસીપી દ્વારા આ વાહન ચાલકો ઠોસ કાર્યવાહી કરાશે ?

Most Popular

To Top