Vadodara

વડોદરા : અમદાવાદ તરફથી આવી રહેલા ટ્રકે બે કારને અડફેટે લીધી, બંને ચાલકનો આબાદ બચાવ…


અમદાવાદ તરફથી સામાન ભરીને વડોદરા ખાલી કરવા આવતા ટ્રકના ચાલકે છાણી બ્રિજ પર બે કારને અડફેટે લીધી હતી. જેમાં કારને મસમોટું નુકસાન પહોંચ્યું હતું. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. છાણી પોલીસે અકસ્માત કરનાર ટ્રક ચાલક વિરોધ ગુનો દ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદથી સામાન ભરીને એક ટ્રક ચાલક વડોદરા આવી રહ્યો હતો. તે દરમિયાન છાણી બ્રિજ પર ટ્રક ચાલકે બે કારને લીધી હતી. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ટ્રક ચાલક નશાની હાલતમાં હોય બે કારને અડફેટમાં લીધી હતી. એના કારણે બે કારને નુકસાન પહોંચ્યું હતું પરંતુ બંને કારના ચાલકનો આબાદ બજાવ થયો હતો. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા છાણી પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક પૂર્વ વાત કરાવ્યા બાદ અકસ્માત કરનાર તકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

Most Popular

To Top