વડોદરા: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર 5 જૂનના રોજ સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી લગભગ 10 કિમી દૂર બે ટ્રેલર વચ્ચે અથડામણ થતાં બંને ટ્રેલરમાં આગ લાગી હતી. આ આગની તીવ્રતા એટલી હતી કે બ્લાસ્ટ પણ થયો હતો, જેના કારણે આસપાસનો વિસ્તાર ધૂમાડામાં છવાઈ ગયો હતો. ઘટનાસ્થળે ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક પહોંચી અને આગને કાબૂમાં લેવા માટે જોરદાર પ્રયાસો કર્યા. આ અકસ્માતના કારણે એક્સપ્રેસ હાઈવે પર 50 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો, જે વાહનચાલકો માટે ભારે મુશ્કેલીનું કારણ બન્યું હતું.

એક ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળની તપાસ શરૂ કરી દીધી છે અને ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત કરવામાં આવી રહ્યો છે.