વડોદરા તા.20
વડોદરા ના હરણી ખાતે રહેતા શખ્સ અમદાવાદની કંપનીમાં નોકરી કરતા કરતા હતા ત્યારે તેઓએ કંપનીમાંથી આર્થિક મદદ મેળવવાના બહાને રૂ.40 લાખ લીધા હતા. જેમાંથી માત્ર રુ.10. 50 લાખ જ ચૂકવ્યા હતા જ્યારે બાકીના રૂ.29.50 લાખની વારંવાર માંગણી કરવા છતાં તેઓ આપતા ન હતા. તેમણે આપેલા આપેલા ચાર ચેક પણ બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયા હતા. ઉપરાંત તેમના ઘરે રૂપિયા લેવા માટે ગયેલા કંપનીના કર્મચારીઓને તેઓએ ટાંટીયા તોડી નાખવાની ધમકી આપી હતી. જેથી મેનેજરે ઠગાઈની હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ ખાતે સત્યમેવ વિસ્ટા સોસાયટીમાં રહેતા
જય વિલાસભાઈ કાનાબાર ખાનગી કંપનીમાં સીનીયર મેનેજર તરીકે ચાર વર્ષથી નોકરી કરે છે. તેમની કંપનીમાં ગત વર્ષે મનીષ મોહનલાલ બહુગુણા (રહે.હરણી,વડોદરા)ને છ મહિનાના સમયગાળા માટે પ્રોબેશન ઉપર નિયુક્ત થયા હતા. મનીષ મોહનલાલ બહુગુણાને પ્રથમ કંપનીના કર્મચારી તરીકે નિમણુંક કરાયા બાદ ડાયરેક્ટર તથા ફેક્ટરી મેનેજર તરીકેની બનાવવામાં આવ્યા હતા. તેઓ તેઓએ કંપનીમા 27 નવેમ્બર 2023 થી 29 જુલાઈ 2024 સુધી રહ્યા હતા. ત્યારે તેઓએ આ સમયગાળા દરમિયાન કંપની પાસેથી જરૂરીયાત હોય રૂ.40 લાખની આર્થિક મદદની માંગણી કરી હતી. તેઓ કંપનીના કર્મચારી હોય મેનેજમેન્ટ દ્વારા પણ તેમને રૂપિયા 40 લાખ પુરા ચૂકવ્યા હતા. જેનો તેઓએ લોન એગ્રીમેન્ટ પણ કંપની સાથે કર્યો હતો. જેમાં 40 લાખ રૂપિયા ના દર મહિને દોઢ લાખ રૂપિયા નિયમિત હપ્તા ચૂકવવા માટેનો કંપનીને ભરોસો આપ્યો હતો. પરંતુ મનીષ બહુગુણાએ માત્ર લીધેલી રકમમાંથી રૂા.10.50 લાખ કંપનીને ચૂકવ્યા હતા જ્યારે બાકીના અને રૂ.29.50 લાખ ચુકવતા ન હતા. જેથી કંપની ના કર્મચારીઓ દ્વારા વારંવાર તેમની પાસે રૂપિયાની માંગણી કરવા છતાં તેઓ પરત આપતા ન હતા. વારંવાર ટોકતા તેઓએ ચાર ચેક 7.37લાખની રકમ લખીને આપ્યા હતા. જે ચેક પણ બેંકમાં ડિપોઝિટ કરાવતા બેલેન્સ ન હોવાના કારણે ચેક બાઉન્સ થયા હતા. જેથી કંપનીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ધી નેગોશીમેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. મનીષ બહુગુણાના વડોદરા હરણી ખાતેના નિવાસસ્થાને બાકીની રકમની ચુકવણી કરવાની વિનંતી કરવા જતા તેઓએ કંપનીના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરી બિભત્સ ગાળો આપી હતી. ઉપરાંત જો બાકી રૂપિયાની ઉઘરાણી કરવા માટે કોઈ પણ આવશે તો તમારા ટાંટીયા તોડાવી નાંખીશ અને પાછા જવા લાયક પણ રહેશો નહી તેવી ધમકી પણ આપી હતી. જેથી સિનિયર મેનેજરે હરણી પોલીસ સ્ટેશનમાં મનીષ બહુગુણા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા : અમદાવાદની કંપનીને કર્મચારીએ રુ.29.50 લાખનો ચુનો ચોપડયો
By
Posted on