વડોદરા જિલ્લાના અણખી ગામની ગોચરમાં રાજકીય વગદારના ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. એસએમસીએ જન્માષ્ટમી પૂર્વે રેડ કરી નવ જેટલા શકુનીઓને ઝડપી પાડયા હતા. જુગારીયાઓની અંગ જડતી અને દાવ પર લાગેલી રોકડ મળી અંદાજે રૂપિયા અઢી લાખ તથા આઠ જેટલી બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરી વરણામા પોલીસને સુપ્રત કરાયો હતો.
વડોદરા જિલ્લાના અણખી ગામની ગોચરમાં રાજકીય વગદારનો છેલ્લા ઘણા સમયથી જુગારધામ ધમધમી રહ્યો હતો. પરંતુ સ્થાનિક પોલીસને ગંધ સુદ્ધા આવતી ન હતી. દરમિયાન 10 ઓગસ્ટના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે અણખોલ ગામની ગોચરમાં જુગાર ચાલી રહ્યો છે. જેના આધારે એસ એમ સી ની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. એસએમસીની રેડના પગલે જુગારીયાઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સ્થળ પરથી 9 જેટલા ખેલીઓને એસએમસીએ ઝડપી પાડ્યા હતા. જુગારીઓની અંગ જડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ મળી સ્થળ પરથી અંદાજે રોકડા અઢી લાખ રૂપિયા અને આઠ જેટલી બાઇક સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે આરોપી સહિતનો મુદ્દા માલ આગળની કાર્યવાહી માટે વરણાવા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
વડોદરા : અણખી ગામમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 9 ખેલી ઝડપાયા
By
Posted on