12 ખેલી ઝડપાયા, મુખ્ય આરોપી સહિત 21 વોન્ટેડ
સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી રાત્રે દરોડો પાડ્યો, છેલ્લા ઘણા સમયથી જુગારનો અડ્ડો ચાલી રહ્યો હતો, હપ્તાખોર પાણીગેટ પોલીસ ઊંઘતી ઝડપાઇ, ગણતરીના અંતરે હોવા છતાં ડીસીબી પોલીસને પણ ગંધ શુદ્ધા ના આવી

વડોદરા તારીખ 13
પાણીગેટમાં આવેલા અજબડી મીલ વિસ્તારમાં રાજા રાણી તળાવ પાસે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. રેડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં સ્થળ પરથી બાર જેટલા ખેલીઓ ઝડપાઈ ગયા હતા. જ્યારે જુગાર રમાડનાર મુખ્ય આરોપી અને તેનો ભાગીદાર ઉપરાંત અન્ય બાઈકના માલિક સહિત 21 જુગારીને વોન્ટેડ જાહેર કર્યા છે. એસએમસી એ સ્થળ ઉપરથી રોકડ રકમ, 14 મોબાઈલ અને 21 વાહનો મળી રૂપિયા 7.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આ જુગારધામ ધમધમી રહ્યો હતો. પરંતુ હપ્તાખોર પાણીગેટ પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હતી. ઉપરાંત ગણતરીના અંતરે હોવા છતાં ડીસીબી પોલીસને પણ ગંધ શુદ્ધા આવતી ન હતી.
દિવાળીના તહેવારને લઈને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર સ્ટેટ્ મોનીટરિંગ સેલ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. દરમિયાન 12 ઓક્ટોબરના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અને ડીસીબી પોલીસ સ્ટેશનની ગણતરીના અંતરે આવેલી અજબડી મિલ વિસ્તારમાં રાજા-રાણી તળાવના કિનારે મસમોટો જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે. જેથી એસ એમ સી ની ટીમે રવિવારે રાત્રિના સમયે બાતમી મુજબના સ્થળ ઉપર દોરડો પાડ્યો હતો. પોલીસની રેડના પગલે જુગારીયાઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં સ્થળ ઉપરથી 12 જેટલા ખેલીઓ આબાદ ઝડપાઈ ગયા હતા. જુગારીયાઓની અંગજડતી કરતા તેમજ દાવ પર લાગેલી રોકડ રકમ રૂપિયા 2.55 લાખ તથા 14 મોબાઈલ રૂપિયા 66 હજાર અને 18 વાહનો રૂપિયા 4.50 લાખ મળી રૂ.7.71 લાખનો મુદ્દા માલ કબજે કરીને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યો છે.
ઝડપાયેલા જુગારીના નામ સરનામા
1.ચિરાયુ નવીન ભાઈ બારીયા ( રહે. વાઘોડિયા રોડ વડોદરા)
- ગોપાલ કારા ભાઈ વાઘેલા (રહે.અજબડી મિલ પાણીગેટ
વડોદરા ) - જયંતિ રાજુભાઈ વાઘારી (રહે- અજાબાદી મિલ પાણીગેટ વડોદરા)
- ત્રિલોચનસિંહ પ્રદિપ સિંહ પંજાબી ( રહે. મહાનગર સોસાયટી વડોદરા)
- રવિકુમાર અંબાલાલભાઈ રાણા (રહે.પાદરા, વડોદરા)
- મોઈન અલી સબીયોદીન સૈયદ (રહે.અજબડી મિલ પાણીગેટ, વડોદરા)
- સંગ્રામસિંહ ચંદ્રસિંહ ખાનવિલકર (રહે.ફતેપુરા વડોદરા
- સ્વેતાંગ દોલતરામ હિરે (રહે. કારેલીબાગ વડોદરા)
- ઇબ્રાહીમભાઇ બસીરભાઇ મલેક (રહે.પાદરા, વડોદરા)
- રતિલાલ ભીખા ભાઈ કોળી (રહે. ખોડિયાર નગર, વડોદરા)
- શિવરાજભાઈ અલીજીભાઈ વોરા (રહે. ગોરવા વડોદરા
- પિયુષ ભૂપેન્દ્રભાઈ પટેલ (રહે.ગોત્રી રોડ, વડોદરા)
વોન્ટેડ આરોપીઓ નામ
એસએમસી ની રેડ દરમિયાન મુખ્ય સૂત્રધાર હુસેનખાન ઉસ્માનખાન પઠાણ, તેનો ભાગીદાર અફઝલ ખાન ઉર્ફે અન્નુ ઉસ્માન ખાન પઠાણ, લિસ્ટેડ બુટલેગર સંદિપ ઉર્ફે પુથ્થો રાજુ ભાઈ રાજપૂત, ચંદુ ઉર્ફે ચુલબુલ, મનુભાઈ દેવીપૂજક અને 16 બાઈક માલિક સહિત 21 જુગારી ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.