Vadodara

વડોદરા : અકોટા બ્રિજ પાસે પાણીની લાઇનમાં મોટું ભંગાણ,હજારો લીટર પીવાના પાણીનો થયો વેડફાટ

( પ્રતિનિધિ )વડોદરા,તા.26

વડોદરા શહેરમાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ અકોટા તરફ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું જેના કારણે માર્ગ પર પીવાના ચોખ્ખા પાણીનો વેડફાટ થયો હતો.

વડોદરા શહેરમાં પાલિકા તંત્ર લોકોને પીવાનું પાણી આપવા માટે તદ્દન નિષ્ફળ નિવડ્યું છે. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડવાનો દર યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં ફરી એક વખત પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું.અકોટા દાંડિયા બજારથી અકોટા જતા બ્રિજ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા ફુવારા ઉડ્યા હતા.જેના કારણે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો. લાઈનમાં ભંગાણ પડતાં માર્ગ ઉપર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ લાઈન લીકેજની આસપાસ બેરીકેટિંગ કરવામાં આવ્યું હતું, તો વાહન ચાલકોને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.

Most Popular

To Top