Vadodara

વડોદરા : અકોટા ડી માર્ટમાં નોકરી કરતો કેશિયર ચોરી કરતા કેમેરામાં કંડારાયો

ગ્રાહકના રિટર્ન આવેલા સામાનના રૂપિયા જમા કરાવવાના બદલે બારોબાર વગે કરી નાખ્યા

વડોદરા તા. 27
અકોટા વિસ્તારમાં આવેલા ડી માર્ટમાં કેશ કાઉન્ટર પર નોકરી કરતા કર્મચારીએ એક મહિના દરમિયાન કેટલોક સામાન પરત કર્યા બાદ તેના રૂપિયા 4 હજાર કેશ કાઉન્ટરમાં જમાં નહીં કરાવી બારોબાર વગે કરી નાખ્યા હતા.જેથી શંકા જતા મેનેજરે કેમેરા ચેક કરાવ્યા હતા ત્યારે કર્મચારીની ગેરરીતિનો પર્દાફાશ થયો હતો અને રૂપિયા ડ્રોવરમાં મૂકવાના બદલે ચોરી કરતા આ કર્મચારી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
વડોદરા શહેર નજીક ભાયલી વિસ્તારમાં વિક્રમ ફ્લેટમાં રહેતા કમલેશભાઈ બદરીપ્રસાદ પટેલ અકોટા સયાજીનગર ગૃહની બાજુમાં આવેલા ડી-માર્ટમાં આસિસ્ટંટ સ્ટોર મેનેજર તરીકે છેલ્લા સાત વર્ષથી નોકરી કરે છે. ડી-માર્ટમાં જાન્યુઆરી મહિનામાં કેશ ડીપાર્ટમેન્ટમાં કેશ ઓફીસર ભાર્ગવ શ્યામસુંદર પુરોહીત (રહે. સ્વામીનારાયણ મંદીરની બાજુમાં દરાપુરા રોડ રેલ્વે સ્ટેશન પાછળ પાદરા) સરદારનગર ડી-માર્ટમાથી પ્રમોશન લઈ આવ્યા હતા. 24 જુલાઈના રોજ તેઓ ડી-માર્ટ માંથી સામાન ખરીદ કરતા કસ્ટમર પોતાનો ખરીદ કરલો સામાન પસંદ ન આવતા તેઓ પરત કરતા હોય છે. ત્યારે જે કસ્ટમરે સામાન પરત કર્યો હોય તેવા ગ્રાહકોને ફોન કરીને તેમના સામાન પરત કરવા બાબતે રિવોર્ડ લેતા હોઇએ છીએ. ત્યારે આ ગ્રાહકને તમારા રીવ્યુ કેવો રહ્યો તે બાબતે પુછતા એક ગ્રાહકે જણાવ્યુ હતું કે તેઓએ કોઈ સામાન પરત કર્યો નથી. તેમ છતાં સેલ્સ રીટર્નના લિસ્ટમાં તે કસ્ટમરનો સામાન પરત આપી દિધો હોય તેમ બતાવતું હતું. જેથી મેનેજરને શંકા જતા સામાન પરત કરેલા કાઉન્ટર ઉપર કેમેરા ચેક કરતા કેશ કાઉન્ટર ઉપર હેન્ડલિંગ કરતો કર્મચારી ભાર્ગવ પુરોહિત કેશ ડ્રોવરમાંથી કેસ કાઢતા કેમેરામાં જોવા મળ્યો હતો. જેથી આજથી છેલ્લા બે મહીનાના કેમેરા ચેક કરતા આમ અલગ અલગ દિવસે પ્રોડક્ટ પરત બતાવી પૈસા ડ્રોઅરમાંથી કાઢી કસ્ટમરને આપવાને બદલે પોતે લઇ લેતા કંડારાઈ ગયો હતો. મેનેજરે રીપ્લેસ કરેલો સામાન લિસ્ટ ચેક કરતા 24 જૂનથી 23 જુલાઈ દરમીયાન અલગ અલગ સામાન પરત બતાવી આઠ ટ્રાન્જેક્શનના રૂપિયા 4289 જમા નહીં કરાવી ચોરી કરી લીધી હતા. જેથી મેનેજર દ્વારા આ કર્મચારી વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

Most Popular

To Top