વડોદરા તારીખ 29
વડોદરાના અકોટા ગામ નાકા સામે ફુટપાથ પરથી 116 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક કેરિયરને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ગાંજા સહિત અન્ય ચીજવસ્તુઓ મળી રૂ. 6 હજાર ઉપરાંતની મત્તા એલસીબી ઝોન 2 ની ટીમ કબજે કરીને આગળની કાર્યવાહી માટે અકોટા પોલીસને સોંપવામાં આવી છે.
વડોદરા શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ ડામવા તથા નશા મુક્ત વડોદરા અભિયાન અંતર્ગત તેમજ એ.ટી.એસ ચાર્ટરના નાર્કોટીક્સના વધુમા વધુ કેશો શોધી કાઢી તેમજ ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબુદ કરવા તેમજ વડોદરા શહેરને નશા મુક્ત કરવા માટે ઉચ્ચ અધિકારી આપવામાં આવી હતી. જેના આધારે એલસીબી ઝોન-2 સ્કોડની ટીમ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખી પેડલરો અને નશેડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી તપાસ કરી રહી હતી. તે દરમિયાન એલસીબી ઝોન-2ના એ.એસ.આઇ સાબીરહુસેન નુરખાનને બાતમી મળી હતી કે અકોટા ગામ નવાવાસ, સરકારી સ્કુલ પાછળ રહેતો સાદીક યાકુબ પટેલ અકોટા ગામના નાકાની સામે ફુટપાથ ઉપર ગાંજાનો જથ્થો રાખીને છુટકમાં વેચાણ કરે છે. જેના આધારે અકોટા પોલીસ તથા એલસીબી સ્કોડના માણસોએ રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સાદિક યાકુબ પટેલ હાજર મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તેની અંગજડતી કરાતા તેની પાસેથી 116 ગ્રામ ગાંજો અને મોબાઇલ મળી રૂ. 6 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે અકોટા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી સોંપવામાં આવ્યો છે.
