વડોદરા તારીખ 12
અકોટા વિસ્તારમાં આવેલા ખોડીયાર માતાના મંદિરને દસ દિવસમાં બીજીવાર તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અગાઉ ચાંદીના દાગીના અને રોકડ મળી બે લાખની ચોરી થઈ હતી. ત્યારે હવે દાન પેટી તોડીને તેમાંથી રૂ.12થી 13 હજાર રોકડની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. મંદિરના પૂજારીએ પણ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા છે.
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બંધ મકાન અને મંદિરોને તસ્કરો સોફ્ટ ટાર્ગેટ કરી રહ્યા છે. રોજ ચોરીના બનાવો બની રહ્યા છે પરંતુ પોલીસ તસ્કરોને પકડવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે. ત્યારે વડોદરાના અકોટા સ્ટેડિયમ પાસે આવેલા ખોડીયાર માતાના મંદિરને તસ્કરોએ દસ દિવસમાં બીજીવાર નિશાન બનાવ્યું હતું. અગાઉ પણ દાગીના અને રોકડ સહિત બે લાખની માતાની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. ત્યારે ફરીવાર તસ્કરોએ આ જ મંદિરને નિશાન બનાવ્યું હતું અને દાન પેટીનું તાળું તોડીને તેમાં રહેલી 12 થી 13 હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા. અકોટામાં આવેલા આ મંદિરમાં વારંવાર ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થયા છે. મંદિરના પૂજારીએ અકોટા પોલીસ અને જાણ કરતાં પોલીસે મંદિર પર લગાવેલા સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે તસ્કરોનું વગેરે મેળવવાની તજવીજ શરૂ કરી છે.
