પ્રતિનિધિ વડોદરા તા.7
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા 87 વર્ષીય વૃદ્ધાએ બેન્કમા 20 લાખની એફડી કરાવી હતી. જે રકમ પાકી ગઇ હોય ઉપાડવાની હતી. દરમિયાન ઠગે બેન્કમાં વાત કરતા હોવાની ઓળખ આપી તેમના રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહી આધારકાર્ડ અને ડેબિટકાર્ડ માંગ્યાં હતા ત્યારબાદ બારોબાર તેમના રૂપિયા 91.10 લાખ બારોબાર અન્ય બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી ઠગાઇ આચરવામાં આવી હતી. જેથી વૃદ્ધાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સેડલવુડ રેસિડેન્સીમાં રહેતા મૃદુલાબેન ચંદ્રકાંત પટેલ (ઉં.વ.87) નિવૃત જીવન ગુજારે છે. તેમના પતિનું વર્ષ 2014માં નિધન થયું હતું. તેઓ લંડનમાં સરકારી ડોક્ટર હતા. તેમણે વર્ષ 2024માં રૂપિયા 20 લાખની ઇક્વીટસ બેંકમાં એફડી કરાવી હતી. જે એક વર્ષ માટે જ હતી.11 ઓક્ટોબરના રોજ તેમની એફડીનાં રૂપિયા 20.10 લાખ બેન્ક ખાતમાં જમા થયા હતા. જે જમા થયેલા નાણા એનઆરઓ ઇકવીટસ બેંક એકાઉન્ટ નંબરમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવાના હતા. જેથી વૃદ્ધો ગત 20 ઓક્ટોબરના રોજ બેન્કના કસ્ટમર કેર નંબર પરથી ફોન કર્યો હતો ત્યારે આ વ્યક્તિએ સામેથી વૃદ્ધાને ફોન કરીને અભિશેક તેનું નામ છે અને તે ઇક્વિન્ટસ બેંકનાં કસ્ટમર સર્વિસમાંથી વાત કરે છે તેમ જણાવ્યું હતું. જેથી વૃદ્ધાએ તેમના ઇક્વિટસ બેંકમા રહેલા નાણા એયુબીએલ બેંકમા ટ્રાંસફર કરવા છે.ત્યારબાદ વૃદ્ધાનો ફોન કોલ ફોરવર્ડ કરી આપ્યો હતો. ત્યારબાદ વૃદ્ધાના દરેક ફોન ફોરવર્ડ થવા લાગ્યાં હતા. ત્યારબાદ તેણે વૃદ્ધાનું આધારકાર્ડ માગ્યું હતુ. જેથી આધારકાર્ડ અને ડેબીટ કાર્ડ ઓનલાઈન મોકલી આપ્યાં હતા. ત્યારબાદ ભેજાબાજોએ મોબાઇલ હેક કરીને તેમના ઇક્વિટસ અને એયુબીએલ બેંકના ખાતામાંથી ગત ઓક્ટોબર મહિના દરમિયાન રૂપિયા 91.10 લાખ માતબર રકમ બારોબાર અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને વૃદ્ધા સાથે છેતરપીંડી કરી છે. જેથી વૃદ્ધાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.