Vadodara

વડોદરા : અકોટાના ક્લિનિકમાં રાત્રે 12 વાગે તસ્કરો ઘૂસ્યા, વાસણો અને બાથરૂમમાંથી નળ-ફુવારો પણ કાઢી ગયા


વડોદરા તા.22
અકોટા વિસ્તારમાં આવેલા ગાર્ડનની બાજુની સોસાયટીમાં ડોક્ટર દંપતી સાડા સાત વાગ્યાના અરસામાં પોતાનું ક્લિનિક બંધ કરીને ગયું હતું. દરમિયાન બારથી સાડા બાર વાગ્યાના અરસામાં જ તસ્કરોએ તેમના ક્લિનિકને નિશાન બનાવ્યું હતું અને તાંબા પિત્તળના વાસણો સહિત બાથરૂમમાંથી ત્રણ નળ અને એક ફુવારો મળી રૂ. 52 હજારની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ક્લિનિકની બાજુવાળા બ્યુટી પાર્લર ચલાવતા મહિલાએ ફોન કરી ચોરી બાબતે જાણ કરી હતી.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં રહેતા ડો. હરેશ રમાકાંત શાહ અકોટા ગાર્ડનની સામે વિહાર સોસાયટીમાં હાર્મની ક્લિનિક ચલાવે છે.
ગત 20 જૂનના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ માટે દવાખાનાના મુખ્ય દરવાજાને લોક કરી પત્નિ સાથે ઘરે જતા રહ્યા હતા. રાત્રીના સાડા બારેક વાગ્યાની આસપાસ દવાખાનાની બાજુમા બ્યુટી પાર્લરમાં કામ કરતા ગીતાબેને ડોક્ટરની પત્નીના મોબાઇલ પર ફોન કરી જણાવ્યું હતું કે તમારા દવાખાનાની લાઈટો ચાલુ છે અને અંદર કોઇ ચોર હોય તેવું લાગે છે. જેથી ડોક્ટર દંપતી દવાખાને મોડી રાત્રીના 12:30 વાગ્યાના અરસામાં ગયા હતા. ત્યારે દવાખાનાના મુખ્ય દરવાજાનું તાળું તુટેલું હતું અને દવાખાના અંદર તથા પહેલા માળે લાઈટો ચાલુ હતી. જેથી ક્લિનિકની પાછળના ભાગે આવેલા દાદરથી ઉપરના માળે રૂમમા ગયા હતા અને રૂમ ખોલી અંદર જઈને જતા તપાસ કરતા ક્લિનિકના ઉપરના રૂમમા મુકેલા કબાટમાંથી તાંબા પીતળ અને જર્મન સિલ્વરના જુના વાસણો ગાયબ હતા. બાદમા ક્લિનિકની ચાવી લઈ દરવાજાનું લોક ખોલી ચેક કરતા ડોક્ટર દંપતીના ઓપીડી રૂમનો સામાન વેર વીખેર હાલતમાં પડેલો હતો. ઓપીડી રૂમમા આવેલા બાથરૂમમાંથી સ્ટીલના ત્રણ નળ તથા એક ફુવારો કાઢી નાખેલો હતો. આમ તસ્કરો ડોક્ટર દંપતીએ ક્લિનિક બંધ કર્યાના ત્રણ કલાકમાં અરસામાં તાંબા પિત્તળના વાસણો, બાથરૂમમાં લગાવેલા સ્ટીલના ત્રણ નળ અને એક ફુવારો મળી રૂ. 52 હજારની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ડોક્ટરે અકોટા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે તાત્કાલિક દોડી આવી કાર્યવાહી શરૂ કરી હતી.

Most Popular

To Top