Vadodara

વડોદરા : અંકલેશ્વરના 52 વર્ષીય આધેડનો યુવતી પર વારંવાર બળાત્કાર..

અંકલેશ્વરના આધેડે વડોદરાની યુવતીને 52 લાખ ઉછીનાઆપ્યા હતા. જેમાંથી યુવતીના માત્ર 28 લાખ બાકી હતા ત્યારે વારંવાર રૂપિયાના બદલામાં બ્લેક મેલ કરીને યુવતી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડની ધરપકડ કરીને દોઢ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

વડોદરા શહેરમાં ઘણા બળાત્કારના કિસ્સા પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે. ત્યારે અંકલેશ્વર ખાતે રહેતો અને ખાનગી કંપનીમા નોકરી કરતા પ્રક્ષેશ દવે (ઉં.વ.52)એ વડોદરાની એક યુવતીને ઉછીના 52 લાખ રૂપિયા આપ્યા હતા. જેમાં યુવતીએ અન્ય રૂપિયા ચુકવી દીધા હતા જ્યારે 28 લાખ બાકી હતા.  પ્રક્ષેશ દવે છાણી ટીપી તેર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મકાન ખરીદ કર્યું હતું. ત્યારે યુવતીને પાસે રૂપિયાના ઉઘરાણી કરીને વારંવાર યુવતીને તેના છાણીના મકાનમાં લઇ જઇને તેના પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતો હતો. જ્યારે પણ યુવતી પાસે રૂપિયાની માગણી કરવા માટે આવે ત્યારે યુવતીએ તેની શરીર સંબંધની માગણી કરતો હતો. ત્યારે તેની શરીર સંબંધની માગણીથી કંટાળીને યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પ્રક્ષેશ દવે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આરોપી તથા યુવતીના મેડિકલ કરાવ્યું હતું અને આરોપીને વધુ પુછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરતા કોર્ટે તેના દોઢ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા  હતા. બળાત્કાર કેસમાં અન્ય બે લોકોના પણ નામ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા અન્ય બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top