પાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે જલ ભરાવ ના દ્રશ્યો સર્જાયા હતા.પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ નું કેહવુ છે વરસાદ પેહલા પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે,પાણી ૨૪ કલાકમાં ઉતરી પણ જસે પણ વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ ખાબકેલા વરસાદના કારણે અલકાપુરી ગરનાળામાં પાણી ભરાયાં હતાં જેના કારણે વાહનોની અવર જવર બંધ થઈ ગઈ હતી, દર વર્ષની માફક આ વરસે પેહલા વરસાદ માંજ અલકાપુરી ગરનાળું ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો . વરસાદે બે દિવસથી વિરામ લીધો હોવા છતાં અલકાપુરી ગરનાળામાં ભરાયેલા પાણી હજી ઓસર્યા નથી જેના લીધે પ્રજા એ અનેક ઠેકાણે ફરી ને પશ્ચિમ વિસ્તાર તરફ જવું પડે છે . દર ચોમાસામાં આવી પરિસ્થિતિ થાય છે તોય પાલિકા ચોમાસા પેહલા કરોડોના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરતી હોય છે પરંતુ પાલિકાના કામ પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
વડોદરા:સ્ટેશન પાસેનું અલકાપુરી ગરનાળુ કોર્પોરેશન માટે માથાનાં દુખાવા સમાન બન્યું..
By
Posted on