પોલીસે રાત્રે ભયનું વાતાવરણ ઉભું કરી જાહેરમાં આતંક મચાવનાર તત્વોની અટક કરી માફી મંગાવી હતી
(પ્રતિનિધિ) વડોદરા તા. 10
શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા ચારરસ્તા નજીક એક પાનના ગલ્લા પર રાત્રિ દરમિયાન સિગરેટ માંગવાની બાબતે બોલાચાલી બાદ કેટલાક અસામાજીક તત્વો દ્વારા ટેબલ થી મારામારી કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.પોલીસે આરોપીઓને ઝડપી પાડી માફી મંગાવી
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વાડી સોમા તળાવ ચારરસ્તા નજીક આવેલા દ્વારકાધીશ પાનના ગલ્લા પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા પાનના દુકાનદાર પાસે સીગરેટ ની બાબતે બોલાચાલી થતાં અસામાજિક તત્વો બેફામ ફનીને ત્યાં બેસવાના ટેબલો ફેંકી મારામારી કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.કાયદાના ડર વિના આ તત્વો ટેબલ ફેંકી તોડફોડ મારામારી કરતા જોવા મળી રહ્યાં છે જે ટેબલો થકી પાનની દુકાન ચલાવતા દુકાનદારને માર માર્યો હતો દરમિયાન વિડિયો માં એક વ્યક્તિ દરમિયાનગીરી કરતાં નજરે પડ્યો હતો.પોલીસે આરોપીઓને ઝડપી પાડી માફી મંગાવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળતી હોય તેમ જણાય છે રાત્રિ દરમિયાન નશો કરીને બેફામ કાર હંકારી અકસ્માત સર્જવા, મારામારી કરવી જાહેરમાં દાદાગીરી કરીને તોડફોડ, મારામારી, જીવલેણ હૂમલો જેવા બનાવો હવે વધતા જાય છે રાત્રે પોલીસ પેટ્રોલિંગ નો જાણે કોઇને ડર રહ્યો ન હોય તેમ જણાય છે દિવસે વાહનચાલકો વિરુદ્ધ અને જે રીતે દિવસે પોલીસ કામગીરી કરી રહી છે તે રીતે રાત્રે ડ્રિકસ કરીને આતંક મચાવતા તત્વો તથા શહેરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક રીતે દાખલો બેસે તેવા પગલાં લેવામાં પોલીસ ઢીલી પડી રહી છે બીજી તરફ શહેરમાં ખુલ્લેઆમ શરાબ અને ડ્રગ્સના કારણે યુવાવર્ગ નશા તરફ ધકેલાઈ રહ્યું છે ઘરમાંથી પોતાના સંતાનો મોડી રાત્રે ક્યાં જાય છે શું કરે છે તેની માતાપિતા જાણે કંઈ પૂછતાં ટોકતા ન હોય હવે યુવાપેઢી નશાના રવાડે ચઢી શહેરમાં ગુનાખોરી તરફ આગળ વધી રહી છે જે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે ત્યારે સમાજમાં વાલીઓએ તથા રાત્રિ દરમિયાન પોલીસે તકેદારી લેવી પડશે અને દાખલો બેસે તેવું ઉદાહરણ સેટ કરવું પડશે સાથે જ નશાખોરી ડામવા માટે વિવિધ એજન્સીઓ ને સૂચના સાથે છૂટ આપવી પડશે તો જ આ બદી બંધ થશે અન્યથા ઉડતા વડોદરા બનતાં અને અન્ય ઉતર ભારતના રાજ્યોની માફક લુખ્ખાગીરી વધી જશે.

