Vadodara

વડોદરા જિ.પંચાયત કચેરી ખાતે આજરોજ નવા ઘોડિયા ઘરનું ઉદ્ઘાટન કરાયું….

વડોદરાના યુવા સાંસદ,જિલ્લા કલેકટર, મેયર તથા ડીડીઓના હસ્તે વડોદરાના જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ નવા ઘોડિયા ઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અગાઉ આ ઘોડિયા ઘરની જગ્યાએ વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું કાર્યાલય કાર્યરત હતું

ઘોડિયાઘરમાં બાળકો માટે પ્લે એરિયા, રમતના સાધનો, ફિડીંગરૃમ, ટોઇલેટ, પેન્ટ્રી સહિતની સુવિધાઓ અહીં આપવામાં આવશે..

રાજ્યમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે
વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ ધાત્રી માતાઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ પોતાના કામ ના સમયે પોતાના બાળકોને પણ સાચવી શકે તે તે માટેની અલાયદી વ્યવસ્થા વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતમાં ધાત્રી માતા એવી મહિલા કર્મચારીઓના નાના માસુમ બાળકો માટે ઘોડીયા ઘરની સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ ઘોડિયાઘરમાં બાળકો માટે પ્લે એરિયા, રમતના સાધનો, ફિડીંગરૃમ, ટોઇલેટ, પેન્ટ્રી સહિતની સુવિધાઓ અહીં આપવામાં આવશે.
વડોદરા જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતી મહિલાઓ તેમજ મહિલા સભ્યો માટે અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે આ ઘોડિયા ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અગાઉ આ ઘોડિયા ઘરની જગ્યાએ વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું કાર્યાલય કાર્યરત હતું. જિલ્લા પંચાયતની સદસ્યો અને પરિવારે આ ઘોડિયાઘર માટે તેમજ બાળકોના મનોરંજન માટે વ્યક્તિગત સહાય કરવામાં આવી છે.વડોદરા જિલ્લા પંચાયતની કચેરીમાં ઘોડિયા ઘરના ઉદઘાટન પ્રસંગે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષી, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની, વડોદરા જિલ્લા કલેકટર બી.એમ શાહ, ડીડીઓ મમતા હિરપરા તેમજ વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો વિશેશ સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top