Vadodara

વડોદરા:સરકારી કચેરીઓમા વહેલી સવારથી જ પોલીસ તૈનાત, હેલ્મેટ વગરના કર્મચારીઓ સામે કાર્યવાહી

રાજ્ય ડીજીપી દ્વારા સરકારી કર્મચારીઓને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે તેવો પરિપત્ર જાહેર કરતા વહેલી સવારથી જ વડોદરા શહેરની સરકારી કચેરીઓ પર ટ્રાફિક પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા.

કલેકટર કચેરી, નર્મદા ભુવન,કુબેર ભુવન સહિતના સરકારી તમામ કચેરીઓ નજીક હેલ્મેટ સેફ્ટી ડ્રાઇવ યોજવામાં આવી*

હેલ્મેટના કાયદાને અસરકારક અમલ કરાવી અકસ્માતમાં ઘટાડો થાય તે માટેની ઝૂંબેશના ભાગરૂપે રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ સરકારી કચેરીઓ નજીક પોલીસને હેલ્મેટ પહેર્યા વિના દ્વિચક્રી વાહનો ચલાવતા સરકારી કર્મચારીઓ સામે એક્શન લેવાની સૂચના મુજબ શહેરમાં ડ્રાઇવ શરુ કરવામાં આવી છે.

રાજ્યમાં જે રીતે દિનપ્રતિદિન અકસ્માતના બનાવો બની રહ્યાં છે તેમાં ઘટાડો થાય, લોકો સુરક્ષિત રહે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યમાં હેલ્મેટના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે માટે રાજ્યના તમામ સરકારી કચેરીઓના ગેટ પાસે ટ્રાફિક પોલીસને ગોઠવવાની સૂચના મુજબ શહેરના કલેકટર કચેરી, નર્મદા ભુવન,કુબેરભુવન સહિતના તમામ સરકારી કચેરીઓ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ શરુ કરવામાં આવી છે અને હેલ્મેટ વિનાના સરકારી કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે ટ્રાફિક એસીપી બી.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, સવારથી કોઠી કચેરી, નર્મદા ભુવન, કલેકટર કચેરી સહિતના તમામ સ્થળોએ ટ્રાફિક પોલીસ દ્વારા વગર હેલ્મેટ દ્વિચક્રી વાહનો ચલાવતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે તે અગાઉ ટ્રાફિક અને સુરક્ષા જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યા હતા આખા મહિના દરમિયાન આ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
આજે સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગરના હોય તેમની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
તેનો આજે 11 ફેબ્રુઆરીના રોજથી અમલ શરૂ કરાયો છે અને એક પ્રકારની હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરાઈ હતી. જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા સવારથી જ શહેરની તમામ સરકારી કચેરીઓ ઉપર પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. જે કર્મચારીઓ અને અધિકારીઓ હેલ્મેટ પહેર્યા વગર કચેરી આવ્યા હતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જે કર્મચારીઓ પાસે હેલ્મેટ ન હોય તેઓએ હેલ્મેટ ખરીદવા માટે દોડાદોડ કરી મૂકી હતી. ઉપરાંત સરકારી કચેરીઓની મુલાકાત લેનાર લોકો સામે પણ કાર્યવાહી કરાઈ છે.

Most Popular

To Top