Vadodara

વડોદરા:સફાઈ કર્મચારીઓનું સફળ આંદોલન,આખરે તંત્રે નમતુ જોખવું પડ્યું,140 કર્મીઓનો પાલિકામાં સમાવેશ કરાયો..

હંગામી કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે પાલિકામાં મોરચો માંડ્યો હતો.

મેયરના હસ્તે કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા….

વડોદરા મહાનગરપાલિકામાં કોરોનાના કપરા સમય દરમિયાન કામગીરી કરનાર 140 જેટલા સફાઈ સેવકોને આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મેયરની અધ્યક્ષતામાં કાયમી કરવામાં આવતા તમામ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વડોદરા મહાનગરપાલિકાના વર્ગ ચાર ખાસ કરીને સફાઈ સેવકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તે હેતુથી એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. જ્યારે કોરોના જેવા કપરા કાળમાં વડોદરા શહેરમાં સમરસ હોસ્પિટલમાં લગભગ ૪૦-૪૨ દિવસ માટે શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ કોરોનાની મહામારી કે એ જે સમય એવો હતો કે જ્યારે સ્વજનો પણ પોતાના ઘરમાંથી કોઈને કોરોના પોઝિટિવ હોય તેમને અંતર રાખતા ત્યારે સફાઈ સેવકોએ પોતાની ચિંતા કર્યા વિના પોતાના પરિવારની ચિંતા કર્યા વિના સતત ખૂબ મહેનત કરીને આ સમરસ હોસ્પિટલમાં પોતાની અનુપમ સેવાઓ આપી હતી. ત્યારબાદ કોઈકને કોઈ કારણોસર તેમને તેમની કામગીરીમાં અનિયમિતતા ન જળવવાના કારણે તેમને જે તે સમયે જે તે દિવસમાં છુટા કરવામાં આવ્યા હતા, અને માનવતાના ધોરણે વડોદરા મહાનગર પાલિકા દ્વારા આ સમરસ હોસ્પિટલમાં જે વખતે કામ કર્યું હતું. એ લોકોને સમરસ માનવતા દિન તરીકે સફાઈ કર્મચારી તરીકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે માનવતા દિન તરીકે એપોઇન્ટ કરવામાં આવતા હોય છે. ત્યારે તેઓને બધી જ ફેસીલીટી નો સમાવેશ કરવામાં આવ્યો છે. એ આયોજન કરવામાં આવ્યું છે, અને સાથે સાથે ઉલ્લેખનીય છે કે, જ્યારે માનવ દિન સફાઈ દિનના સફાઈ સેવકો સતત સેવા આપે ત્યારે એમને રોજમદારીમાં ચડાવામાં આવે છે. ત્યારે તેમનું મેડિકલ એલાઉન્સિસ શરૂ કરવામાં આવતું હોય છે. ત્યારે રોજમદારી સફાઈ સેવક તરીકે 720 દિવસ પૂર્ણ થયેલી તેમને કાયમી ધોરણે નોકરીએ એટલે કે કોર્પોરેશનમાં સફાઈ સેવક કામદાર તરીકે નિમણૂક કરવામાં આવતી હોય છે. આજરોજ આ સૌ સમરસ સફાઈ સેવકોને સમરસ માનવ દિન 140 જેટલા સફાઈ સેવકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો છે તેમ મેયર પિન્કી બેન સોનીએ જણાવ્યું હતું.

Most Popular

To Top