બાળકો વચ્ચે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું,અફરાતફરી મચી :
કાંકરીચાળો થતા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત,પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો :



( પ્રતિનિધિ )વડોદરા,તા.14
વડોદરા શહેરના અતિ સંવેદનશીલ કહેવાતા એવા મચ્છીપીઠ વિસ્તારમાં બાળકો વચ્ચેના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. એક જ કોમના બે જૂથો સામ સામે આવી જતા કાંકરીચાળો ચાલુ થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે.


વડોદરા શહેરમાં ફરી એક વખત કાંકરીચાડો થયો હતો. વડોદરા શહેરના અતિ સંવેદનશીલ વિસ્તાર કહેવાતા મચ્છી પીઠ વિસ્તારમાં બાળકો વચ્ચે ના થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં એક જ કોમના બે જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું. સામાન્ય તકરારમાં એક જ કોમના બે જૂથો સામ સામે આવી જતા ઘર્ષણ સર્જાતા અફરાતફરી ગઈ હતી. રોષે ભરાયેલા એક જ કોમના બે જૂથ હોય સામસામે પથ્થરો ફેંકતા ત્રણ વ્યક્તિઓ ને ઇજા પહોંચી હતી. જ્યારે બનાવની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળી પાડી હતી. જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સંવેદનશીલ મચ્છીપીઠ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબત ખડકી દીધો હતો. પોલીસે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

