ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીની જળ સપાટી સતત વધી રહી છે અને હાલમાં નદી 27 ફૂટ પર વહી રહી છે.જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. વિશ્વામિત્રી નદીના દરેક બ્રિજ પર ટ્રાફિક પોલીસના એક પીએસઆઇ સહિત ચાર ટ્રાફિકના કર્મચારીઓ અને સ્થાનિક પોલીસના માણસો પણ તેનાત કરી દેવામાં આવ્યા છે. હાલમાં વિશ્વામિત્ર ભયજનક સપાટી ક્રોસ કરશે ત્યારે બ્રિજ પરનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડશે તેવું પોલીસ અધિકારી જણાવી રહ્યા છે.
ગઈકાલે બુધવારના રોજ વડોદરા શહેરમાં થયેલા અતિભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તાર પાણીથી જળબંબોળ થઈ ગયા હતા. બીજી તરફ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી પર ધીરે ધીરે વધી રહી છે. પાણીના સ્તર ઊચા આવવાના કારણે ભાઈ જનકથી એક ફૂટ દૂર એટલે કે 27 ફૂટે હાલમાં નદી રહી છે. જેના કારણે પોલીસ કમિશનર દ્વારા વિશ્વામિત્રી નદીના પાણીના કારણે દુર્ઘટના ન સર્જાય તેના માટે ટ્રાફિક પોલીસના જવાનોને વિશ્વામિત્રીના દરેક બ્રિજ પર તેનાત કરી દેવામાં આવ્યા છે. દરેક બ્રિજ પર એક પીએસઆઇ સહિત ચાર ટ્રાફિક પોલીસના જવાનો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. ઉપરાંત સ્થાનિક પોલીસના કર્મચારીઓને પણ ત્યાં હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ઉપરથી આદેશ મુજબ વિશ્વામિત્રી ની સપાટી ભયજનક નજીક પહોંચશે ત્યારે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
વડોદરા:વિશ્વામિત્રીમાં વધતા પાણીના સ્તરને લઈ બ્રિજ પર પોલીસ જવાનો તૈનાત કરાયા…
By
Posted on