Vadodara

વડોદરા:વારસિયામાં આવેલી સુપર બ્રેડની ફ્રેન્ચાઇઝીની દુકાનમાંથી વાસી પફ નિકળ્યો,ફરિયાદ કરતા માલિક દ્વારા ગ્રાહકને ધમકી

શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સુપર બ્રેડની ફ્રેન્ચાઇઝીની દુકાનમાંથી વાસી પફ નિકળ્યો હતો,ગ્રાહકે ફરિયાદ કરી તો ફ્રેન્ચાઇઝી માલિકે થાય તે કરી લેવાની ધમકી આપી

શહેરના વારસિયા વિસ્તારમાં આજે એક ગ્રાહક સુપર બ્રેડની ફ્રેન્ચાઇઝીની દુકાનમાં ગયા હતા અને પફ ખરીધ્યો હતો જે પફ વાસી,સડેલો નિકળતાં ગ્રાહકે ફ્રેન્ચાઇઝી માલિકને ફરિયાદ કરતાં માલિકે થાય તે કરી લે એમ ધમકી આપ્યાના ગ્રાહકે આક્ષેપો કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા કાનલ ગુપ્તા આજરોજ બપોરે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા જુલેલાલ મંદિર સામે આવેલી સુપર બ્રેડની ફ્રેન્ચાઇઝીની દુકાનમાં ગયા હતા અને ત્યાં તેમણે પફ ખરીદો હતો આ પફ મોઢામાં મૂકતાં જ તેઓને ઉલટી થ ઇ હતી કારણ કે પફ વાસી અને અંદરનો મસાલો સડેલો તેમાંથી દુર્ગંધ આવતી હતી જેથી ગ્રાહકે ફ્રેન્ચાઇઝી દુકાનના કર્મીને વાસી પફ અંગે જણાવતાં તેણે પોતાના માલિક સાથે વાત કરાવી હતી જ્યાં ગ્રાહકે વાસી અને ખરાબ પફ અંગેની ફરિયાદ કરી હતી ત્યારે ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી સમજવાને બદલે ઉપરથી ગ્રાહકને થાય તે કરી લેવા અને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરવાનો ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હતો.

દુકાનદારો માટે ગ્રાહક ભગવાન સમાન હોય છે ગ્રાહકો થકી જ વેપાર શક્ય હોય છે પરંતુ કેટલાક વેપારીઓએ ગ્રાહકને પૈસા લઈને પણ યોગ્ય વસ્તુ આપતા નથી અને ફક્ત પોતાનો આર્થિક લાભ જ જોતાં હોય છે.
વડોદરા શહેરમાં આવેલા વારસિયા વિસ્તારમાં અનેક ખાદ્યપદાર્થોમાં યોગ્ય ગુણવત્તા હોતી નથી અહીં અનેક જગ્યાએ મેદાની બનાવટની ચીજવસ્તુઓ, તળેલા વેફર અને અન્ય ખાધ્યવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે અને શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ વસ્તુઓ જાય છે અહીં વડોદરા મહાનગરપાલિકા નું આરોગ્ય શાખા નમૂના, સેમ્પલ લેવા માટે અથવા ચેકીંગ માટે મોટા ભાગે જતાં જ નથી તેની પાછળનું કારણ શું છે એ તો આરોગ્ય વિભાગ જ સારી રીતે સમજી શકે છે. અહીં અનેક બેકરી પ્રોડક્ટ્સ, મેદાનમાંથી તૈયાર થતી ખાધ્ય વસ્તુઓ બને છે જેની ગુણવત્તા ચેક કરવામાં આવે અને વડોદરા મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ અહીં તટસ્થતાથી તપાસ કરે તો સત્યતા બહાર આવી શકે છે પરંતુ મોટા ભાગે વડોદરા મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ અહીં તપાસ હાથ ધરતુ નથી. અહીં ગ્રાહકને જે રીતે ખરાબ અનુભવ થયો છે ત્યારે શું વડોદરા મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ યોગ્ય અને તટસ્થ તપાસ કરશે ખરું? એક તરફ વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવનારા નેતાઓ અને પાલિકાના અધિકારીઓ વડોદરા આરોગ્ય વિભાગને નવી ટેકનોલોજી અપાવવામાં નિષ્ફળ રહ્યું હોય તેમ જણાય છે બજેટમાં પણ સારા અધ્યતન ટેકનોલોજી સાથેના ખોરાક ચેકીંગ માટેના યોગ્ય સાધનો સ્માર્ટ પાલિકા તંત્ર પાસે નથી જેના કારણે જ્યારે પણ આરોગ્ય વિભાગ દ્વારા કોઇપણ ખાદ્યચીજો કે અન્ય સેમ્પલ લેવામાં આવે છે તેના રિપોર્ટ આવતાં સુધીમાં તો ઘણાં બધાં સમીકરણો બદલાઇ જતા હોય છે જેના કારણે નકલી અથવાતો હલકી ગુણવત્તા યુક્ત ખાધ્ય વસ્તુઓ અને અન્ય વસ્તુઓ વેચનારા વેપારીઓમાં કોઈ કાયદાકીય ભય રહેતો નથી અને આ લોકોના ધંધા બેરોકટોક ચાલી રહ્યાં છે જેનો ભોગ પૈસા ખર્ચીને પણ યોગ્ય ગુણવત્તાયુક્ત વસ્તુઓ ગ્રાહકોને મળતી નથી.વારસીયા વિસ્તારમાં તટસ્થતાથી તપાસ હાથ ધરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે છે પરંતુ અહીં કેટલાક સ્થાનિક રાજકીય લોકોના છૂપા આશીર્વાદ હોવાથી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અહીં ચેકીંગ કે તપાસ હાથ ધરવામાં આવતી નથી તેવું સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Most Popular

To Top