Vadodara

વડોદરા:વાઘોડિયા ચોકડી પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીની મૈત્રીના આંખોનું દાન કરવાનો પરિવારનો નિર્ણય

સવારે પોતાની એક સહેલી સાથે પારુલ યુનિવર્સિટી જવા નિકળેલી શહેરની યુવતીને બોલેરો પીક અપ ગાડીએ અડફેટે લેતા વિદ્યાર્થીનું. ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું

(પ્રતિનિધિ) વડોદરા તા. 08

મંગળવારે સવારે સાત વાગ્યાની આસપાસ શહેરની એક આશાસ્પદ યુવતી પોતાની વિદ્યાર્થીની મિત્ર સાથે ઇ મોપેડ પર પારુલ યુનિવર્સિટી વાઘોડિયા તરફ જતી હતી તે દરમિયાન એક બોલેરો પીક અપ ગાડીના ચાલકે ઇ મોપેડ ને અડફેટે લેતાં મેત્રી શાહ નામની વિદ્યાર્થીનું નુઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં વિદ્યાર્થીની ના પિતા અને પરિજનો દ્વારા મૈત્રીની આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

દિનપ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો નશાની હાલતમાં તથા બેફામ વાહનો હંકારી નિર્દોષ લોકોના જીવન સાથે રમી રહ્યા હોય છે.આવા કિસ્સાઓમાં માલેતુજારો વગ અને પૈસાના જોરે કાયદાની છટકબારી શોધી બચી જતા હોય છે અથવાતો ઓછી સજા ભોગવી છૂટી જાય છે પરંતુ ભોગ બનનાર પોતે તો જીવ ગુમાવે છે પરંતુ તેની પાછળ તેનું પરિવાર જીવતા જીવ દરરોજ યાતના સહન કરે છે.ત્યારે મંગળવારે સવારે સાત વાગ્યા પહેલાં વડોદરાથી ઇ મોપેડ પર પારુલ યુનિવર્સિટી વાઘોડિયા ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિની મૈત્રી નરેન્દ્રકુમાર શાહ નામની વિધ્યાર્રથિની પોતાની અન્ય એક વિધ્યાર્થિની સહેલી સાથે પારુલ યુનિવર્સિટી વાઘોડિયા તરફ જતી હતી તે દરમિયાન વાઘોડિયા ચોકડી નજીક એક બોલેરો પીક અપ ગાડી જેનો રજીસ્ટ્રેશન નં.જીજે-27-ટીડી-6752 ના ચાલકે ઇ મોપેડને અડફેટે લેતાં મૈત્રી શાહનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે અન્ય સામાન્ય ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.ઘટનાબાદ પીક અપ ડ્રાઇવર ગાડી સ્થળથી થોડેક દૂર મૂકી ભાગી ગયો હતો સમગ્ર મામલે કપૂરાઇ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી છે સાથે જ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં મૃતક વિધ્યાર્થિની મૈત્રીના પિતા સહિતનો પરિવાર એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યાં મૃતક મૈત્રીના પિતા તથા પરિજનો દ્વારા મૈત્રીની આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો જેના કારણે તેમની દીકરી કોઇકના આંખોની રોશની થકી જીવંત રહે. મૈત્રીનું સવારે સાત વાગ્યા પહેલાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યાં પોલીસ અને અન્ય કાર્યવાહી ને કારણે સમય લાગતાં અન્ય અંગોનું દાન કરી શકાય તેમ ન હતું અને ફક્ત આંખો જ દાન કરી શકાય હોય પરિવારે આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

Most Popular

To Top