Vadodara

વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ વણકરવાસના રહીશોને યોગ્ય સુરક્ષા મળે :

વડોદરા : શહેરના વણકર સમાજના આગેવાનો દ્વારા મંગળવારે પોલીસ કમિશ્નર કચેરીએ આવેદનપત્ર આપવા સાથે વણકર વાસોમાં પુરતું રક્ષણ આપવા બાબતે રજૂઆત કરી હતી.અગ્રણી કે.પી.વાઘેલાએ જણાવ્યું હતું કે,અનુ.જાતિ (વણકર) અને મુસ્લીમો બંને હાલમાં સરખા પીડત છે. પરીણામે વણકરો ઉપર જાત જાતના અત્યાચારો વધી રહયા છે. જેનો પુરાવો હાલમાં જ મહેતાવાડી નાગરવાડા પાસે રમેશ પરમારના પુત્રના ખુનનો બનાવ છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને વણકર સમાજના અગ્રણી કે.પી.વાઘેલાએ જણાવ્યું છે કે, શહેર શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડના રાજયનું વડુ મથક છે. ગાયકવાડ રાજય ઘણા વિસ્તારોમાં ગુજરાતભરમાં હતું. શહેરની વાત કરીએ તો એક સાંસ્કૃતિક શહેર તરીકે આદર્શ નમૂનારૂપ વસાવેલું શહેર છે. જેમાં મહારાજાએ તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મના લોકો સુમેળથી સંપથી રહી શકે તે પ્રમાણેનું આયોજન હતું. વડોદરા શહેરમાં ચાર દરવાજાની આજુબાજુમાં પાણીગેટ, વણકરવાસ, ગોયા દરવાજા, વણકરવાસ, બકરાવાડી વણકરવાસ, યાકુતપુરા (ચાંપાનેર દરવાજા) વણકરવાસ, તુલસીવાડી વણકરવાસ, લીમડી ફળીયા વણકરવાસ, મહેતાવાડી (નાગરવાડા) વણકરવાસ વિગેરે વિસ્તારમાં વણકરવાસ આવેલા છે. ભૌગોલિક રીતે હાલમાં જોઈએ તો આ તમામ વણકરવાસોની બાજુમાં નજીકમાં મુસ્લીમ વસ્તી છે. જે વર્ષોથી વણકરો અને મુસ્લીમો સંપથી રહેતા આવ્યા હોવાનો ઉતમ પુરાવો છે. અનુ.જાતિ (વણકર) અને મુસ્લીમો બંને હાલમાં સરખા પીડત છે. પરીણામે વણકરો ઉપર જાત જાતના અત્યાચારો વધી રહયા છે. જેનો પુરાવો હાલમાં જ મહેતાવાડી નાગરવાડા પાસે રમેશ પરમારના પુત્રના ખુનનો બનાવ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી વણકરવાસમાં રહેતા વણકરોને હેરાન કરાવી રહયા હોવાનું બહાર આવ્યું છે. આપને વિનંતી કે, ઉપર બતાવેલ વણકરવાસોને પુરતું રક્ષણ મળે અને કોઈપણ જાતની હેરાનગતી, અત્યાચાર ન થાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવે. આ રજુઆત સમયે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને વણકર સમાજના અગ્રણી કે.પી.વાઘેલા , ભરતભાઈ ચૌહાણ, અને ચંદ્રકાન્ત પરમાર ખાસ હાજર રહ્યા હતા.

Most Popular

To Top