તાંદલજા વિસ્તારમાં રહેતો મોહસીન પઠાણ મુસ્લિમ હોવા છતાં પોતાની ઓળખ હિન્દુ યુવક મનોજ સોની તરીકેની આપી બે સંતાનની માતા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ મહિલાને મનોજ મુસ્લિમ હોવાની જાણ થઇ હતી. મોહસીને મહિલા તથા તેના બે સંતાનોને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરવા લાગ્યો હતો. જેથી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે લવજેહાદના ગુનામાં આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં સનફાર્મા કંપનીની બાજુમાં આવેલા નુરજહાપાર્ક સોસાયટીમાં રહેતા મોહસીન ઐયુબ ખાન પઠાણે મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવીને પોતાની મનોજ સોની હોવાનું જણાવીને બે સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ પરીણિતા સાથે કેન્ટ્રીનના ધંધામાં કામ પર જતો હતો. વર્ષ 2022 સુધીમાં મોહસીન પઠાણે બે સંતાનની માતા સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. મોહસીન પઠાણ મુસ્લિમ હોવા છતાં યુવતી સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. દરમિયાન ગત 14 જાન્યુઆરીના રોજ યુવતીને મનોજ સોની હિન્દુ નહી પણ મુસ્લિમ હોવાની જાણ થઇ હતી. ત્યારે યુવતી મોહસીન પઠાણને કહેવા જતા તેણે તેની સાથે ઝઘડો કરી મારપીટ શરૂ કરી હતી. ઉપરાંત મોહસીન મહિલા તથા તેના પુત્રોને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જો તુ આ વાતની કોઇને જાણી કરીશ તો તને તથા તારા પુત્રોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મોહસીને મહિલા પાસેથી રૂપિયા પડાવી લીધા હતા. યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં મોહસીન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા લવજેહાદના ગુનામાં મોહસીન ઐયુબ પઠાણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
