Vadodara

વડોદરા:લગ્ન કરવા જીદે ચડેલી સગીરાનુ અસરકારક કાઉન્સિલિંગ કરતી અભયમ ટીમ….

એક તરફ માતા સગીરાને અભ્યાસ માટે અમેરિકા મોકલવા ઇચ્છે છે અને બીજી તરફ સગીરા પ્રેમના પાઠ ભણી લગ્નની જીદે ચઢી હતી

અભયમ દ્વારા કાયદાકીય સમજ થકી આખરે સગીરાએ લગ્નની જીદ છોડી વિદેશમાં અભ્યાસ કરવા જવા રાજી થઇ જતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો

ગત રોજ શહેરના મકરપુરા વિસ્તારમાંથી સગીરાની માતા દ્વારા 181 મહિલા હેલ્પ લાઇન માં કૉલ જણાવ્યું હતું કે, પોતાની 17 વર્ષ ની દીકરી તેના 23 વર્ષના મિત્ર સાથે લગ્ન કરવાં જીદે ચડેલ છે જેને અભ્યાસ માટે અમેરિકા મોકલવાની છે જેને યોગ્ય માર્ગદર્શન આપવા જણાવતા અભયમની રેસ્કયુ ટીમ બાપોદ સ્થળ પર પહોંચી હતી અને અસરકારક કાઉન્સિલિંગ દ્રારા સગીરાને લગ્નની જીદ છોડી અમેરિકા અભ્યાસ માટે જવા સહમત કરતા સગીરાની મમ્મીએ અભયમનો આભાર માન્યો હતો.

પ્રાપ્ત માહીતી અનુસાર,17 વર્ષીય સગીરા નામે મોના અભ્યાસ દરમિયાન 23વર્ષીય વિપુલ નામના યુવકના પરિચયમાં આવી હતી પરિચય થી પ્રેમમાં અને આગળ જતાં લગ્ન કરવાનું બંનેએ નક્કી કર્યું હતું જેના કારણે સગીરા લગ્નની જીદે ચઢી હતી ત્યારે સગીરાની માતાએ અભયમની મદદ લેતાંઅભયમ દ્રારા તેને સમજાવેલ કે કાયદાકીય આ ઉંમરે લગ્ન કરી શકાય નહી ઉપરાંત અત્યારે કેરિયર બનાવવા અભ્યાસમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે પરિવાર આટલો ખર્ચ કરી આગળ અભ્યાસ માટે વિદેશ મોકલતા હોય તો તે સ્વીકારી અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ.આમ અસરકારક રીતે માર્ગદર્શન આપતા તે લગ્નની જીદ નહી કરે અને અમેરિકા અભ્યાસ માટે જશે તેમ સહમત થતા પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને અભયમનો આભાર માન્યો હતો..

Most Popular

To Top