Vadodara

વડોદરા:રાજમહેલ રોડ પર કિર્તી સ્તંભ નજીક ગેસ લિકેજની ઘટના,લોકોમાં રોષનો માહોલ

સ્થાનિકો દ્વારા વડોદરા ફાયરબ્રિગેડ ને કોલ કરતા ફાયરબ્રિગેડમાથી બીજાને ખો આપવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ..

ગેસનું પ્રેશર ખૂબ વધુ થતા જો કોઇ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ?

લોકોની જાનમાલની જવાબદારીની ગંભીરતા સમજવા ને બદલે ફાયરબ્રિગેડ અને જવાબદાર તંત્ર એકબીજા પર ખો આપી લોકોને રામ ભરોસે મૂકે છે?

શહેરના રાજમહેલ રોડ પર આવેલા કિર્તી સ્તંભ નજીક ડો.મુન્સીના બંગલા પાસે ગત રાતથી ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લિકેજની ઘટનાં બની હતી જે આજે સવાર સુધી યથાવત જોવા મળી છે ગેસનું પ્રેશર પણ ખૂબ વધુ છે સ્થાનિકોમાં આ ઘટનાને પગલે દહેશત જોવા મળી છે ત્યારે સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકા ના ફાયરબ્રિગેડ કચેરીમાં ફોન કરતાં ફાયરબ્રિગેડ કચેરીથી ગાજરાવાડી ફોન કરવા જણાવાયું હતું જેથી ગાજરાવાડી ફાયર સ્ટેશને ફોન કરતાં ત્યાંથી ગેસ કંપનીમાં ફોન કરવા જણાવી એકબીજાને તંત્ર દ્વારા ખો આપવામાં આવી હતી જેના કારણે સ્થાનિકોમાં તંત્રની લાપરવાહી અને નીતિ સામે આક્રોશ જોવા મળ્યો હતો.સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો કોઇ હોનારત બને તો તેના માટે જવાબદાર કોણ? એક તરફ લોકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી અને બીજી તરફ લોકોના જાનમાલની રક્ષા ની જવાબદારી અંગેની ગંભીરતા દાખવવાને બદલે તંત્ર એકબીજા પર ખો આપી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર સ્માર્ટ સિટી બની ગયું છે જેમાં હવે ઠેરઠેર ગેસલાઇનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે પરંતુ તેની સાથે સાથે તંત્ર જવાબદારીઓ નક્કી કરવામાં સંકલન નથી સાધી શક્યું તે દેખાઇ રહ્યું છે.શહેરમા સુવિધાઓ તો વધી છે પરંતુ તેની જવાબદારી, લોકોના સુરક્ષની જવાદારી હજું સુધી નક્કી કરવામાં નથી આવી.
વડોદરા પણ એક રીતે જીવતા બોંબ પર બેઠું છે કારણ કે આસપાસ રિફાઇનરી, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને ગેસની લાઇનો ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન તંત્રે નાગરિકોના જાન માલના રક્ષણ માટે ની નીતિ સુનિશ્ચિત કરવાની તાતી જરૂર છે

Most Popular

To Top