વડોદરાના મેયરના મત વિસ્તારના નાગરિકો વરસાદી ગટર ની સમસ્યાને મુદ્દે મંગળવારે રજૂઆત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા.

વડોદરાના મેયર પિકીબેન સોનીના મત વિસ્તારના નાગરિકો મંગળવારે રજૂઆત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યા હતા જેમાં મેયરના વોર્ડના શિવ બંગ્લોઝ તેમજ કૃષ્ણ કુંજી સોસાયટીના રહેવાસીઓ વરસાદી ગટરની સમસ્યાને મુદ્દે પિન્કીબેન સોની ને રજૂઆત કરવા આવ્યા હતા, જ્યાં તેમણે મેયરને રજૂઆત કરી વરસાદી કાસ ની સમસ્યા ની મુક્તિ માટે માગ કરી હતી, આ વેળાએ પાલીકા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ અધિકારીઓને હાજર રાખી મેયરે સમસ્યા બંધ બારણે સાંભળી હતી અને સમસ્યાનું નિરાકરણ ચોમાસા પહેલા આવી જશે તેવી બાહેધરી નાગરિકોને આપી હતી.
સમસ્યાની રજૂઆત કર્યા પછી નાગરિકોએ પ્રતિક્રિયા આપી હતી આ પ્રતિક્રિયામાં એક સ્થાનિક રહેવાસીએ રજૂઆત કરવા આવવા માટે શરમ આવતી હોય તેમ જણાવ્યું હતું સાથે જ મેયરના વોર્ડમાં જ કામગીરી ન થતી હોવાની વાત તેમણે કરી હતી.
સ્થાનિક મહિલાએ બંધ બારણે થયેલી ચર્ચાઓ બાદ જણાવ્યું હતું કે નવ મહિના પહેલા પણ અમે આ જ મુદ્દો લઈ ફરિયાદ કરી હતી પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા અમારે આજે પાલિકાની મુખ્ય કચેરીએ આવી મેયરને ફરિયાદ કરવી પડી પરંતુ મેયરે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓને રાખ્યા હતા અને મેયર અધિકારીઓને અમારી સામે જ તાત્કાલિક ધોરણે કામ પૂરું કરવા જણાવ્યું. આ કાસ ખુલ્લી હોવાથી ખૂબ દુર્ગંધ આવે છે અને બીમારીઓ પણ ફેલાય છે બાળકો રમતા રમતા આ કાસ માં પડી ના જાય તેવો ડર પણ અમને સતાવે છે. જો અમને બાહેધરી આપેલ હોય બે મહિનામાં આ કામ પૂર્ણ નહીં થાય તો અમે આનાથી મોટી સંખ્યામાં ભેગા થઈ પાલિકામાં ફરી આવીશું અને વિરોધ પ્રદર્શન કરીશું.

મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું. 30 વર્ષ જૂની આ વરસાદી કાંસ હોવાના કારણે દિવાલ ઘસી પડવાના કારણે સ્લેબ તૂટી ગયેલ હતો જેની કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. કયા અઠવાડિયે આ જ વિષય પર મિટિંગ પણ કરવામાં આવી છે અને આજે પણ વિષયો લઈને જે બેઠા હતા તેમાં પણ વિસ્તારની ચર્ચા કરવામાં આવી છે અને આગામી સમયમાં પ્રી કાસ્ટ આ કાસ ઉપર પ્રિકાસ્ટ દ્વારા આખો પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેથી કરીને આગામી સમયમાં જ્યારે વરસાદની સિઝનમાં ફરીથી આવું કંઈ થાય એવા સંજોગોને પહેલેથી નિવારી શકાય જે પ્રિકાસ્ટ હોય જેથી કરીને એને ખોલીને ક્લીનિંગ પણ થઈ શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે આગામી સમયમાં એ કામ આવશે એટલે તાત્કાલિક જેવી રીતે વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે તેવી જ રીતે વડોદરા શહેરની વિવિધ કાસો નું પણ પ્લાનિંગ ચાલી રહી છે અને પ્લાનિંગ મુજબ આગામી સમયમાં આ કાસ સાથે બીજી કાંસો અર્પણ કાયમી ઉકેલ આવે તે પ્રમાણે આયોજન ચાલી રહ્યું છે જેથી કાયમ નો ઉકેલ આવી જાય અને નગરજનોને કોઈ ફરિયાદ ના રહે
