

આજે સમગ્ર દેશમાં ભારત દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે બરોડા મેડિકલ કોલેજ તથા એસ.એસ.જી. હોસ્પિટલ ના તબીબો, નર્સિંગ તથા હોસ્પિટલ સ્ટાફ, મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ સાથે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન ઐયરના અધ્યક્ષસ્થાને 79મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રજસ એન્ટરપ્રાઇઝ દ્વારા હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ -3 અને વર્ગ -4 ના ફરજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ ને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.