બંને વેપારી કોડીન સીરપ પરથી સ્ટીકર ઉખાડયા બાદ બોટલ ગ્રાહકોને ડિલિવરી કરતા હતા
વડોદરા તારીખ 14
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રેડ કરીને એસઓજીએ નશાકારક કોડીન સીરપના રૂપિયા 5.78 લાખના જથ્થા સાથે બે મેડિકલ સ્ટોરના સંચાલકને ઝડપી પાડ્યા હતા. બંને જણા પકડાઈ ના જાય તેના માટે બોટલ પરથી સ્ટીકર ઉખાડીને મોકલીમાં મૂકી ગ્રાહકોને ડિલિવરી કરતા હતા. કોડીન સીરપની 2570 બોટલ, મોબાઈલ મોપેડ અને રોકડ રકમ મળી રૂપિયા 7.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તાજેતરમાં જ પોલીસે યાકુતપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી નસાયુક્ત કોડીન સીરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં નશાયુક્ત કફ સીરપનું છુપી રીતે વેચાણ થતું હોય છે. તેના પર એસઓજી પોલીસની ટીમ સતત વાત રાખતી હોય છે. 13 માર્ચના રોજ એસઓજી પોલીસની ટીમ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરી કરી રહી હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે રતિલાલ પાર્કના એ/50 નંબરના મકાનમાં રહેતો વિપુલ સતિષરાજપુતે તેના મિત્ર કેયુર રમેશભાઇ રાજપુત (રહે. મકાન નં-10, કેતન ફ્લેટ રામવાટીકા પાછળ સ્કાયમાર્ક મેદાનની સામે વાડી, વડોદરા) સાથે મળીને તેના ઘરમાં નશાકારક કફ સીરપનો જથ્થો સંતાડી રાખ્યો છે અને હાલમાં વેચાણ ચાલુ છે. જેના આધારે એસઓજી પોલીસની ટીમે વિપુલ રાજપુતના મકાનમાં રેડ કરી હતી. ત્યારે સ્થળ વીપુલ શતિષ રાજપુત અને રમેશ રાજપુત મળી આવતા તેમને ઝડપી પાડી બંનેને સાથે રાખી તેઓના મકાનમાં તપાસ નશાકારક કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એસઓજીએ વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ તથા એફએલએસની ટીમને સ્થળ પર બોલાવી લીધી હતી. જેથી એફએસએલ દ્વારા મકાનમાંથી મળી આવેલ સીરપના જથ્થાની ચકાસણી કરતા કોડીન કફ સીરપ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એસોજીએ સિરપની 2570 બોટલો રૂ.5.78 લાખ ઉપરાંત મોબાઇલ રોકડા રૂપિયા વ્હીકલ મળી રૂ.7.89 લાખનો મુદામાલનો કબજે કરી બંને મેડિકલ સ્ટોર ના સંચાલકો વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમા એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેયુર રાજપુત વિરુદ્ધ અગાઉ ભાલેજ પોલીસ સ્ટેશનમાં એનડીબીએસ હેઠળ ગુનો નોંધાયો હતો. વિપુલ સતિષ રાજપુત વાઘોડીયા ટોડ, ગાયત્રી મંદીર પાસે, ઓકલેન્ડ ટાવર, દુકાન નં-4માં ઓફલેન્ડ ફાર્મસી નામની મેડીકલ સ્ટોર ધરાવે છે તથા કેયુર રમેશ રાજપુત ખંટબા અર્બન રેસીડન્સી, દુકાન નં-10માં મેડીકલ સ્ટોર નામની મેડીકલ સ્ટોર ધરાવે છે. આ બન્ને આરોપીઓ સાથે મળી વિપુલ રાજપુતના ઘરે કોડીન કફ સિરપની જથ્થો રાખી ગેરકાયદે નશો કરવાવાળા ગ્રાહકોને કોડીનની બોટલોનુ વેચાણ કરતા હતા અને માર્કેટમાં ન પકડાય માટે સિરપની બોટલો ઉપરના સ્ટીકરો ઉખાડીને તેઓની બર્ગમેન ગાડીની ડેકીમાં મૂકી નશો કરતા ગ્રાહકોને ડીલવરી કરતા હતા. આ બંને જણા કોની પાસેથી લાવતા હતા તેની તપાસ શરૂ કરાઈ છે.
