વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી જણાવે છે કે, વડોદરા શહેરમા પુર બાદ શહેરમા રોડ રસ્તાઅ પર પડેલા ખાડાઓના પુરાણની કામગીરી વડોદરા મહાનગરપાલિકા તથા રોડ પ્રોજેક્ટના ઇજારદારો દ્વારા તા.૩૦-૦૮-૨૦૨૪ થી તા ૧૮-૦૯-૨૦૨૪ સુધી દિવસ રાત યુધ્ધના ધોરણે કરવામા આવેલ છે. જેમા અત્યાર સુધીમા સંયુક્ત ટીમ દ્વારા કુલ ૧૦૩૮૦ ખાડાઓનુ પુરાણ કરવામા આવેલ છે.
વધુમા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી જણાવે છે કે, ૭૫૯૯ ખાડાઓ માટે કિલ ૧૦૧૬૨મેટ્રીક ટન HOTMIX વાપરવામા આવેલ્ છે. જેમા કુલ ૪૫૫૧ ખાડાઓ ૪૬૦૧ મેટ્રીક ટન હોટ્મિક્ષ મટીરીયલ વડોદારા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અટલાદરા હોટ્મિક્ષ પ્લાંટ મારફતે પુરાણ કરવામા આવેલ છે તથા ૩૦૪૮ ખાડા રોડ વિભાગના ઇજારદારો દ્વારા ૫૫૬૧ મેટ્રીક ટન હોટમિક્ષ વાપરી પુરાણ કરવામા આવેલ છે. તથા કુલ ૨૭૩૭ ખાડાઓ ૨૩૦૯ મેટ્રીક ટન WETMIX થી પુરવામા આવેલ આ સિવાક કુલ ૪૪ ખાડાઓ ૨૬.૫ મેટ્રીક ટન COLDMIX મારફતે પુરવામા આવેલ છે.
વડોદરામાં 10380 ખાડાનું પુરાણ: ડૉ. શીતલ મિસ્ત્રી
By
Posted on