વડોદરા: વડોદરા શહેરમાં આવતીકાલથી લાગુ થનાર ફરજિયાત હેલ્મેટનો અમલ 30મી સપ્ટેમ્બર સુધી સ્થગિત રાખવામાં આવ્યો છે. તેથી લોકોને હજુ 15 દિવસ સુધી હેલ્મેટ ખરીદવા માટે સમય અપાયો છે.
પોલીસ કમિશનર કોમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે એક મહિના પહેલા અમારું માર્ગ સલામતી અભિયાન શરૂ કર્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું છે. વડોદરાના લોકોના સમર્થન બદલ અમે ખૂબ આભારી છીએ. જોકે, હેલ્મેટ ખરીદવાની સુવિધા માટે સમય મર્યાદા વધારવા માટે અમને લોકો તરફથી વિનંતીઓ મળી છે. તેથી, અમે જાગૃતિ અભિયાનને 30 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. અમે લોકોને માર્ગ સલામતી અભિયાનમાં જોડાવા અને સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરીએ છીએ!