સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 4મી.મી તથા સાંજે 4 થી 6 દરમિયાન 4મી.મી.વરસાદ પડ્યો..
ખાસ કરીને દીવ દમણ દાદરા નગર હવેલી, ભરુચ, સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ ની હવામાન વિભાગ દ્વારા આગાહી..
વડોદરા શહેરમાં શુક્રવારે હળવા વરસાદી ઝાપટાં પડતાં અને ઘનઘોર વાદળોથી શહેરમાં હિલસ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી ચાર દિવસ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં જરુરિયાત કરતાં 19% વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, ઓગસ્ટ માસમાં સામાન્ય વરસાદ કરતાં થોડો ઓછો વરસાદ રહેશે. સમગ્ર રાજ્ય ની વાત કરીએ તો રાજ્યમાં જરુરિયાત પ્રમાણે સામાન્ય વરસાદ રહેશે.ખેડૂતોના જણાવ્યા અનુસાર ખેતી પાક માટે આ વરસાદ ઘણો ઉપયોગી સાબિત થશે. હાલમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉતર ગુજરાતમાં હજી ચાર દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેના પગલે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
વડોદરામાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા તો બીજી તરફ
અમદાવાદ,નડિયાદ, આણંદ ચરોતર સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો.જ્યારે ભરુચ, સુરત, નવસારી, ડાંગ, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તદુપરાંત છોટાઉદેપુર, પંચમહાલ વડોદરા સહિતના જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદ હજી ચાર દિવસ સુધી રહેશે.