Vadodara

વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ જારી : 40 ડિગ્રી તાપમાનમાં લોકોએ જમીન પર બેસી રામધૂન બોલાવી

નવા સ્માર્ટ મીટર કાઢી નાખી જુના સ્માર્ટ મીટર લગાવી આપવામાં નહીં આવે તો ગાંધીનગર મોરચો માંડવાની ચીમકી :

( પ્રતિનિધિ ) વડોદરા તા.17

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો નવા વિરોધ હવે ધીમે ધીમે પૂર્વ વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યો છે. આજે શહેરના સમા વિસ્તાર વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ સોસાયટીના રહીશોએ મધ્ય ગુજરાત વીજ કંપનીની સમા પેટા વિભાગીય કચેરી ખાતે મોરચો માડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને નવા સ્માર્ટ મીટર કાઢી નાખી જૂના સ્માર્ટ મીટર લગાવી આપવા માંગ કરી હતી.

વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નવા સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં વડોદરામાં 27,440 જુદા જુદા 12 સબ ડિવિઝનમાં નવા સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે, તેમાંથી 15 હજાર હાલ એક્ટિવ છે. એમજીવીસોએલના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી મહિનાથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. હાલ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો આ વિરોધ હવે ધીમે ધીમે પૂર્વ વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસના વિરોધ બાદ આજે સતત ચોથા દિવસે પણ શહેરના સમા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ ન્યુ સમા રોડ ઉપર આવેલી સરસ્વતી સોસાયટી, આકાશગંગા, સુંદરવન, દાદા પાર્ક, જવાહર પાર્ક જાદવ પાર્ક સહિતની સોસાયટીના રહીશોએ આજે એકત્ર થઈ મધ્ય ગુજરાત વીજ કંપનીની સમા પેટા વિભાગીય કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો. આકરા તાપ વચ્ચે લોકોએ જમીન પર બેસી જઈ રામધૂન કરી ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. રજૂઆત કરવા પહોંચેલા લોકોએ જણાવ્યું હતું કે જુના વીજ મીટરમાં બે મહિનાનું બિલ 3600 રૂપિયા આવતું હતું. હાલ દસ દિવસમાં જ 2000 રૂપિયાનું રિચાર્જ પૂરું થઈ ગયું છે. દર બે ત્રણ દિવસમાં 1000-1500 રૂપિયાનું રિચાર્જ કરવું પડે છે જે અમને પરવડે તેમ નથી. રોષે ભરાયેલા લોકોએ જીબી કચેરીની બહાર આંકડા તાપમાન જમીન પર બેસી જાય રામધુન બોલાવી હતી, તેમજ ઉગ્ર સૂત્રોચારો કર્યા હતા અને નવા સ્માર્ટ વીજ મીટર કાઢી નાખી જુના સ્માર્ટ મીટર લગાવી આપવા માંગણી કરી હતી.

Most Popular

To Top