વડોદરા: વડોદરા ખાતે પધારી રહેલા વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે પધારેલી નારીશક્તિમાં વિકાસ ભી ઓર વિરાસત ભીનો વડાપ્રધાનનો સંકલ્પ પ્રતિબિંબિત થઇ રહ્યો છે. તેમાંય ખાસ કરીને પરંપરાગત વસ્ત્ર પરિધાન ઉપરાંત શાસ્ત્રીય નૃત્યો પણ જોવા મળી રહ્યા છે. એરપોર્ટ રોડ ઉપર શોભા પર્ફોમન્સ આર્ટ્સ ગ્રુપની પાંચ કલાકાર યુવતીઓ દ્વારા એક સ્ટેજ ઉપર સુંદર શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવી રહ્યા છે. આ નૃત્યો આકર્ષણ જમાવી રહ્યા છે.
મુસ્લિમ મહિલાઓ પણ ઉમટી

વડોદરામાં સિંદુર સન્માન યાત્રામાં વડાપ્રધાનને આવકારવા, સન્માનિત કરવા મુસ્લિમ સમાજની મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કલાવૃંદો સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવ્યા

ઓપરેશન સિંદુર યાત્રામાં વડાપ્રધાનનું સ્વાગત સન્માન કરવા માટે વડોદરાના કલાવૃંદો સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવ્યા છે.
એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘડો અને અરીસો મૂકવામાં આવ્યો

એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘડો અને અરીસો મૂકવામાં આવ્યો છે. અહીં વડોદરાની નારીશક્તિ પોતાના માથા પર સિંદૂર લગાવીને સેલ્ફી પાડીને ગર્વની અનુભૂતિ કરી રહી છે. અને ભારતીય નારીઓના સિંદૂરના રક્ષા નાયકનું સ્વાગત કરવા આતુર છે.
યુવતીઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન ધારણ કરી આવી

વડોદરામાં સિંદુર સન્માન યાત્રામાં નારીશક્તિના વિવિધ સ્વરૂપના દર્શન થઇ રહ્યા છે. કેટલીક યુવતીઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન ધારણ કરી વિરાસતની ઝાંખી કરાવી રહી છે.
રસ્તાઓ બંધ કરાયા
શહેર પોલીસ દ્વારા સરદાર એસ્ટેટ તરફથી હરણી એરપોર્ટ તરફ આવતા એક તરફના રોડના ટ્રાફિકને અટકાવવા સવારે 07:36 કલાકે દોરડાથી બેરિકેડિંગ કરવામાં આવ્યુ હતુ.
વિધાર્થિનીનું પણ ચેકીંગ કરાયું
વડોદરામાં વડાપ્રધાનના આગમન ના સ્વાગત માટે વિવિધ શાળાઓમાંથી વેશભૂષામાં આવેલી વિધ્યાર્થીનીઓનુ મહિલા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના પારંપરિક નૃત્ય થકી સ્વાગત કરવા માટે વિદ્યાર્થીનીઓ પહોંચી હતી જેમાં બરોડા હાઇસ્કુલની પચાસથી વધુ વિધ્યાર્થીઓ પહોંચી ગયા છે જેઓ માટે અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.
સિંદુર સન્માન યાત્રામાં વડાપ્રધાન મોદીને વધાવવા માટે ઉત્સુક ટ્રાઇસીકલ પર સવાર ભારતીબેન શાહ !
