Vadodara

વડોદરામાં સાપ્તાહિક અખબારના પત્રકારની પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર લાખાવાલાને જાનથી મારી નાખવાની ધમકી

*સાપ્તાહિકમાં પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ મનઘડત આક્ષેપો સાથેના સમાચાર છાપ્યા હોવાનો આક્ષેપ


*પૂર્વ ધારાસભ્યે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરમાં એક સાપ્તાહિક પેપરના સહ તંત્રી સામે પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર લાખાવાલા સામે પાયાવિહોણા સમાચાર છાપી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે. લખવાલાએ જાનથી મારી નાખવાની ધમકી આપનાર પત્રકાર રવિકાંત સુખડિયા સામે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


વડોદરા શહેરના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ગટુલાલ લાખાવાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ઘડીયાળી પોળમાં આવેલી સયાજી હાઇસ્કુલમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રમુખ તરીકે ફરજ બજાવુ છે. રવિકાન્ત સુખડીયા (રહે.શામળ બેચરની પોળ, માંડવી વડોદરા) યુથ ઓફ ગુજરાત નામથી સાપ્તાહિક ચલાવે છે. આ અખબારમાં સયાજી હાઇસ્કુલની વિરૂધ્ધમાં તથા સયાજી હાઇસ્કુલના પ્રમુખ તરીકે અમારી વિરૂધ્ધમાં મનઘડત આક્ષેપો કરવામાં આવ્યા છે. તેના સાપ્તાહિકમાં સયાજી સ્કુલની સ્થાપના વર્ષ 1906માં થઇ હતી. જે લગભગ 113 વર્ષ જુની સ્કુલ કહેવાય એને અત્યારે કાળો ડાઘ લાગી રહ્યો છે તો આ કાળા ડાઘમાં રંગ કોણ લગાડશે…? તેમજ વડોદરા સીટીની મધ્યમાં આવેલી સયાજી સ્કુલ ભ્રષ્ટાચારમાં રંગાઇ તેમજ સંસ્કારી નગરી વડોદરાના મધ્યમાં આવેલી અને વર્ષો જુની સ્કુલ સયાજી સ્કુલમાં ચાલતો ગોટાળો અને સરમુખત્યારશાહીનો અંત કયારે સહિતનું તેના સાપ્તાહિકમાં છાપી પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. આમ અમારી સયાજી સ્કુલ તથા મને અને મારા પરીવાર પર પાયાવિહોણા આક્ષેપો કરી મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યા કરે છે.રવિકાન્ત સુખડીયા માથાભારે શખ્સ હોય અને ચાર દરવાજા વિસ્તારમાં પોતે ડોન સમજે છે.જેથી આ માથાભારે તત્વોને જેલભેગા કરવામાં આવે તેવી પૂર્વ ધારાસભ્ય દ્વારા માંગણી કરવામાં આવી છે.

Most Popular

To Top