Vadodara

વડોદરામાં સતત પાંચમા દિવસે પણ વરસાદી હેલી…

શહેરમાં સવારે 8 થી સાંજના 6વાગ્યા સુધીમાં 10મીમી વરસાદ નોંધાયો.

વડોદરા શહેરમાં સોમવારે સવારથી જ મેઘ મહેર જોવા મળી હતી. સવારે થી સાંજના શ6 વાગ્યા સુધીમાં શહેરમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉપરવાસમાં વરસાદને પગલે તમામ નદીઓના જળસ્તરમા વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં આવેલ દેવ નદી, આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર ઢાઢર નદી તેમજ વિશ્વામિત્રી નદીના જળસ્તર પણ હાલ વધ્યાં છે.

ગત ગુરુવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે ગત ગુરુવારથી શરૂ થયેલ વરસાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજી ચાર દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા 15મી ઓગસ્ટ પછી પણ વરસાદનું જોર વધશે તેવી આગાહી કરી હતી. વડોદરા શહેરમાં સોમવારે સવારથી થોડા થોડા સમયાંતરે વરસાદ પડ્યો હતો સવારે 8 થી 10 કલાક દરમિયાન 3મીમી, 12 થી 2 કલાક દરમિયાન 3મીમી, 2 થી 6 કલાક દરમિયાન 4મીમી મળીને સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 10મીમી વરસાદ નોંધાયો હતો.શહેરમાં કેટલાક નીચાણવાળા સ્થળોએ હજી તો માંડ માંડ પાણી ઓસર્યા છે ત્યાં હજી પણ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે શહેરના કેટલાક વિસ્તારો જેવાં કે ગધેડામાર્કેટ ચારરસ્તા નજીક ગંદકી જોવા મળી રહી છે તે જ રીતે શહેરના વાઘોડિયારોડ ઝવેરનગર પાસે, પ્રતાપનગર-યમુનામીલ રોડ ખાતે આવેલા વુડાના આવાસો ખાતે ગંદકી જોવા મળી રહી છે. વરસાદી પાણી તથા ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. જ્યારે વડોદરા શહેર/જિલ્લામાં નદી, સરોવરની જળસપાટી જોઇએ તો
આજવા સરોવરની સપાટી 214 ફૂટ છે જેમાં 211.55ફૂટે જળસ્તર પહોંચ્યું છે,પ્રતાપપુરા સરોવરનું લેવલ 229.50 ફૂટની સામે 222.25ફૂટે જળસપાટી પહોંચી છે, વિશ્વામિત્રી નદીનું લેવલ 26ફૂટ છે તેમાં 14.53ફૂટ પાણીનું સ્તર છે, દેવ નદીનું લેવલ 90.15મીટર છે જેમાં 88.19મીટરે જળસ્તર પહોંચ્યું છે, જ્યારે નર્મદામાંથી પાણી છોડાતુ હોય તેના કારણે ઢાઢર નદીમાં નવા નીર આવ્યા છે ઢાઢરનુ લેવલ 35.25મીટર ની સામે 30 મીટરે જળસપાટી જોવા મળી રહી છે. જ્યારે ચાણોદમા નર્મદા નદીના જળસપાટીમા વધારો જોવા મળતાં પ્રશાસન સતર્ક કરવામાં આવ્યું છે.

Most Popular

To Top