વુડાના રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગાર પર વારસિયા પોલીસે રેડ કરી
વડોદરા તારીખ
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં ચાલી રહેલા શ્રાવણીયા જુગાર પર વારસિયા પોલીસે દરોડો પાડયો હતો. પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સ્થળ પરથી 11 ખેલી ઝડપાઈ ગયા હતા. જુગારીયાઓની અંગજડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ તેમજ 11 મોબાઈલ રૂપિયા 1.02 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકો ભેગા મળીને શ્રાવણીયો રમતા હોય છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ ગેરકાયદે ધમધમી રહેલા જુગાર પર સતત વોચ રાખવામાં આવી રહી છે. કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડા ના મકાનમાં બ્લોક નંબર 42 ના રૂમ નંબર 24માં રહેતો વિનોદ ઝવેરસિંહ વણઝારા પોતાના મકાનમાં અન્ય લોકોને બોલાવીને જુગાર રમાડી રહ્યો છે, તેવી બાતમી 9 ઓગસ્ટના રોજ વારસિયા પોલીસને મળી હતી. જેના આધારે વારસિયા પોલીસ દ્વારા બાતમી મુજબના મકાનમાં ચાલી રહેલા જુગાર પર રેડ કરવામાં આવી હતી.
પોલીસને જોઈને જુગારીયાઓમાં દોડધામ મચી ગઈ હતી. જો કે સ્થળ પરથી આઠ જેટલા ખેલીઓ આબાદ ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારી આવવાની અંગજડતી કરતા તથા દાવ પર લાગેલી રોકડ રકમ મળી રૂપિયા 19 હજાર અને 11 મોબાઈલ રૂપિયા 81 હજાર સહિત કુલ રૂ.1.02 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આરોપીઓના નામ સરનામા
1. ભોલુ કનૈયાલાલ વણઝારા (રહે. લાલબાગ બ્રિજ ઉતરતા માંજલપુર નાકા પાસે માંજલપુર, મુળ રહે. ગામ રાજસ્થાન)
2. રાજુ નાથુ વણઝારા (રહે.સુર્ય પ્રકાશ હોટલ રાવપુરા ટાવર પાસે રાવપુરા વડૉદરા શહેર મુળ રહે.રાજસ્થાન)
3. પ્રવિણભાઈ ઉર્ફે પિન્ટુ ભેમા વણઝારા (રહે. લક્ષ્મીનગર રામદેવનગર પાસે આજવા રોડ વડોદરા શહેર મુળ રહે.રાજસ્થાન)
4. વિનોદ જવરસિંહ વણઝારા (રહે. વાઘોડીયા રોડ બાપોદ વડોદરા શહેર મુળ રહે.રાજસ્થાન)
5. જગદિશ ઉર્ફે જયેશ ગટુભાઇ વણઝારા (રહે. દેવ રેસીડન્સી કમલાનગર આજવા રોડ વડૉદરા મુળ રહે. રાજસ્થાન)
6. વિનોદ પોપટ વણઝારા (રહે.નંદેશ્વરી સો. માધવનગર પાસે આજવા રોડ બાપોદ વડોદરા શહેર મુળ રાજસ્થાન)
7. ખુષપાલ ગોવિંદ વણઝારા (રહે. કિશનવાડી વુડાના મકાન વારસીયા વડોદરા શહેર મુળ રાજસ્થાન)
8. અનીલ મકરામભ વણઝારા (રહે. ખોડીયારનગર ચાર રસ્તા પાસે વડોદરા શહેર મુળ રાજસ્થાન)
10. જગદિશ ઉર્ફે જયેશ ગટુ વણઝારા (રહે. દેવ રેસીડન્સી કમલાનગર આજવા રોડ વડોદરા મુળ રાજસ્થાન )
11. અજય શ્રીચંદ વણઝારા (રહે. કિશનવાડી વુડાના મકાન વારસીયા વડોદરા શહેર મૂળ રાજસ્થાન)