Vadodara

વડોદરામાં વૃદ્ધ સાસુને મોઢામાં ડુચો મારી જમાઇએ ઝપાઝપી કર્યા બાદ માર માર્યો

સાસુ પાણી લેવા જતા જમાઇએ દરવાજો બંધ કરી ગળુ દબાવ્યું અને મારી નાખવાની ધમકી પણ આપી

વડોદરા : વડોદરા શહેરના કારેલીબાગના મકાનમાં 66 વર્ષીય વૃદ્ધ સાસુ એકલા હતા. ત્યારે જમાઇ તેમના ઘરે આવ્યો હતો. જેથી વૃદ્ધ મહિલા રસોડામાં પાણી લેવા માટે ગઇ હતી. ત્યારે જમાઇએ ઘરને દરવાજો બંધ કરી પથ્થરનો ટુકડો પ્લાસ્ટિકમાં લપેટી સાસુના મોઢામાં ડુચો મારીને તેમની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. સાસુનું ગળુ દબાવી દીધા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કારેલીબાગ પોલીસે તેમની ફરિયાદના આધારે જમાઇ સામે ગુનો દાખલ કર્યો છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સરગમ એપાર્ટમેન્ટમાં પતિના અવસાન બાદ 66 વર્ષીય વૃદ્ધાએ પુત્રીનું લગ્ન અમદાવાદ ખાતે કર્યું હતું. પરંતુ દીકરી અને જમાઇ સાથે છેલ્લા દોઢ વર્ષથી ઝઘડા ચાલી રહ્યા હતા. 27 માર્ચના રોજ જમાઇ રાજેશ અરવિંદ ત્રિવેદી તેમના ઘરે આવ્યા હતા. જેથી વૃદ્ધા તેમના માટે પાણી લેવા માટે રસોડામાં ગઇ હતી ત્યારે જમાઇએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેમની  પાછળ રસોડામાં આવી તેમને ધક્કો મારી નીચે પાડી દીધા બાદ ઝપાઝપી કરવા લાગ્યા હતા. વૃદ્ધા બુમો ના પાડે માટે તે માટે તેમના મોઢામાં પથ્થરનો ટુકડો પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને ડુચો મારી દીધો હતો. વૃદ્ધા સામનો કરતા જમાઇએ તેમને માર મારી ગળુ દબાવી દીધી હતું. ત્યારબાદ સાસુને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેઓએ સાસુ કોઇની સાથે વાત કરી તેનો ભાંડો ના ફોડે માટે મોબાઇલ પાણીમા નાખી ભાગી ગયો હતો. વૃદ્ધાએ કારેલીબાગ પોલીસ સ્ટેસનમાં જમાઇ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top