વૃદ્ધની હરકતોના કારણે પુત્રે લગ્ન ન કર્યા, અગાઉ પત્નીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો
શહેરના પૂર્વ વિસ્તારમાં માનવતાને લજાવતો કિસ્સો સામે આવ્યો છે. વારસિયા પોલીસ સ્ટેશનની હદમાં એક વિસ્તારમાં ૮૦ વર્ષીય વૃદ્ધ ફ્લેટની તમામ બાળકીઓ અને આસપાસની સોસાયટીમાં રહેતી બાળકીઓને ચોકલેટ આપવાના બહાને ઘરમાં બોલાવીને શારિરીક અડપલા કરતો હતો. માત્ર બાળકીઓ જ નહી પરંતુ વૃદ્ધ જ્યારે યુવા વયનો હતો ત્યારે બાળકીઓની માતાને પણ અભદ્ર ઈશારા કરીને હેરાનગતિ કરતો હતો. આ કુટેવના કારણે વૃદ્ધની પત્નીએ એક વાર આપઘાત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, તે સિવાય તેના પુત્રએ પણ પિતાની આ હરકતોના કારણે લગ્ન પણ કર્યા ન હતા. જોકે આજે એક દસ વર્ષીય બાળકી સાથે પણ આ પ્રકારનું કૃત્ય કરતા આખરે તેના વાલીઓએ અભયમને સંપર્ક કર્યો હતો.
રહીશોએ વિકૃત વૃદ્ધને મારવા લીધો હતો
અગાઉ દીકરીના ફોઈ જ્યારે નાના હતા તે દરમ્યાન વૃદ્ધે તેની સાથે પણ આજ પ્રકારે શારીરિક ચેનચાળા કરીને તેમજ દરરોજ અભદ્ર ઈશારા કરીને હેરાનગતિ કરતો હતો પરંતુ બીકના લીધે તેને આ વાત પરિવારજનોથી છુપાવી હતી આજે ભત્રીજી સાથે પણ આ જ પ્રકારનું કૃત્ય થતા ફોઈ તેમજ અન્ય રહીશો વિકૃત માનસિકતા ધરાવતા વૃદ્ધને મારવા માટે દોડયા હતા
વારસિયાના એક ફ્લેટમાં રહેતા વૃદ્ધ બાલ્કનીમાં નિવસ્ત્ર બનીને ઉભો રહેતો હતો. પરંતુ પરિવારનું નામ ખરાબ થાય તે માટે કોઈ પગલું ભરતા ન હતા. તમામ લોકો નિશબ્દ બનીએ બેસી રહેતા હતા. પરંતુ હવે તેમની જ નાની બાળકીઓ પણ તેનો ભોગ બની ત્યારે તમામ લોકોએ આખરે અવાજ ઉઠાવ્યો હતો. તેમના ફ્લેટમાં રહેતી દસથી વધુ બાળકીઓને ચોકલેટની લાલચ આપીને ઘરમાં બોલાવી બ્લ્યુ ફિલ્મ બતાવી શારિરીક અડપલા કરતો હતો. દસ વર્ષીય દીકરીના પિતાએ અભયમને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મારી દીકરીનો ટ્યુશનનો ટાઈમ હોવાથી તેમની બહેનપણીને બોલાવવા ગઈ હતી. તેમની બહેનપણી બીજા માળે રહે છે જેથી નીચેથી તેમની બહેનપણી ને ટ્યુશન જવા બોલાવતી હતી દાદાએ બારીમાંથી ઇશારો કરીને બોલાવી અને બીભત્સ ઈશારા કરી નજીક આવવા કહેતાની સાથે દીકરી ગભરાઈને પોતાના ઘરે જતી રહી હતી અને રડવ લાગી હતી. જેથી દીકરીના દાદીએ પૂછતા સમગ્ર હકીકતની જાણ કરી હતી. જેથી દીકરીના પરિવારજનોએ અન્ય રહીશો સાથે બનાવ વિષે વાત કરતા જાણવા મળ્યું હતું કે, આખી સોસાયટી ની છોકરીઓ કહેતી હતી અમારી જોડે બીભત્સ ઈશારા કરે છે. જેથી અભયમની ટીમે કાઉન્સિલિંગ કરી કાયદાકીય સમજ આપી હતી અને દાદાએ બાહેધરી પત્ર લખી માફી માંગી હતી.